News of Monday, 28th December 2020
સનસાઇન સાઇકલ કલબનો કાગવડ ખોડલધામ સુધી સાઇકલ પ્રવાસ
શહેરની સનસાઇન સાઇકલ કલબના ૧૫ સભ્યોએ તાજેતરમાં ખોડલધામ કાગવડનો સાઇકલ પ્રવાસ ખેડ્યો હતો. માતાજી ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી સેવાકાર્યો કરવાના આશીર્વાદ મેળવ્યા હતાં. જોગાનુજોગ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ હાજર હોઇ તેમણે આ સાઇકલ કલબનો ઉત્સાહ વધાર્યો હતો. આ કલબ એક વર્ષથી કાર્યરત છે અને તહેવારોના દિવસોમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થાય છે.
(2:58 pm IST)