રાજકોટ
News of Thursday, 28th December 2017

ડિજીટલ ઈન્યિાના વિચારને મૂર્તિમંત કરવા રવિવારે કોમ્પ્યુટર ફેર-ગણિત વિજ્ઞાન પ્રદર્શન

મુરલીધર શૈક્ષણીક સંકુલના બાળકો અવનવા પ્રોજેકટ રજૂ કરશે

રાજકોટ,તા.૨૮ : શહેરમાં વર્ધમાન નગર, પેલેસ રોડ ખાતે આવેલ શ્રી મુરધીર શૈક્ષણિક સંકુલ- રાજકોટ દ્વારા આગામી ૩૧ ડિસેમ્બર (રવિવાર)ના રોજ કમ્પ્યૂટર ફેર તથા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના સંચાલક દર્શિતભાઈ જાનીની યાદી જણાવે છે કે, આ પ્રદર્શન દ્વારા આજના આધુનિક જગત સાથે તાલમેલ મેળવી ''ડિઝીટલ ઈન્ડિયા''ના વિચારને મુર્તિમંત કરવા માટે કોમ્પ્યુટર ફેર યોજેલ છે. જેમાં આશરે ૫૦ થી વધુ કોમ્પ્યુટર પર વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના ઈતિહાસથી શરૂ કરીને વર્ચુઅલ વર્લ્ડ સુધીના પ્રોજેકટ દર્શાવવામાં આવશે. જયારે ગણિત અને વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો તથા રોજ-બરોજના જીવનમાં ઉપયોગી તેવા ૭૫ થી વધુ વર્કિગ મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું કૌવત દર્શાવશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ૩૧મીના સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે સાંજના ૫:૩૦ કલાક સુધી આ પ્રદર્શન તમામ લોકો નિહાળી શકશે. ઉદ્ઘાટક તરીકે રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર  બંછાનિધિ પાની તથા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કશ્યપભાઈ શુકલ, નિવૃત નાયબ શિક્ષણ નિયામક ડો.વી.બી. ભેસદડીયા તથા સંસ્થા પરિવાર પ્રવિણાબેન મહેતા ઉપસ્થિત રહેશે. કોમ્પ્યૂટર ફેરના આયોજન માટે પૂર્વિબેન સોની, બંસરીબેન રૂપારેલીયા, કિરણબેન રાણપરા, વિશાલભાઈ બારોટ, જયભાઈ કામદાર, પ્રકાશભાઈ નિરંજની, રફીયાબેન સાદીકોટ વગેરેની ટીમ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જયારે ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પ્રકાશભાઈ જેઠવા, ડો.અતુલભાઈ વ્યાસ, શાંન્તિભાઈ કલોલા, કિશોરભાઈ જાની, મુકેશભાઈ વ્યાસ, પરેશભાઈ જાદવ, રીટાબેન સોલંકી, રેહાનાબેન ટાંકીવાલા તથા મયુરભાઈ, ધવલભાઈ, કલ્પેશભાઈ, હિતેન્દ્રભાઈ, રાહુલભાઈ વગેરેની ટીમ કાર્યરત છે.

તસ્વીરમાં કિશોરભાઈ જાની, પ્રકાશભાઈ જેઠવા, ડો.અતુલભાઈ વ્યાસ, ભાવેશભાઈ જોશી, પૂર્વીબેન સોની, બંસરીબેન, રૂપારેલીયા, રેહાનાબેન ટાંકીવાલા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)