રાજકોટ
News of Saturday, 21st July 2018

ગુજરાતના મુસ્લિમ ટ્રસ્ટોએ જાગૃત રહી સમાજ ઉપયોગી કાર્યવાહી કરવી જોઈએઃ સુલેમાન સંઘાર

રાજકોટ, તા. ૨૧ :. અગ્રણી સુલેમાન સંઘારે એક યાદીમાં જણાવેલ છે કે, મુસ્લિમોનું ધાર્મિક ટ્રસ્ટ હોય કે સામાજીક ટ્રસ્ટ હોય તેમા મુસ્લિમ આગેવાન નિમાયા પછી તે મરે નહી ત્યાં સુધી ચાલુ રહ્યાનો સીલસીલો છે. આથી નવા વિચારક તેમા સામીલ થતા નથી જ્યારે અન્ય જાતિના ટ્રસ્ટોમાં સમયસર ચૂંટણીઓ થાય છે અને નવા નવા વિચારકો નિમાય છે અને જે તે સમાજલક્ષી કાર્યો થાય છે. જેવા કે સમાજના જરૂરતવાળાને બીપીએલ કાર્ડમાં અમૃતમકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ સરકારની જાહેર કરેલી સમાજ ઉપયોગી યોજનાઓ માટે માર્ગદર્શન કેમ્પો યોજવા જોઈએ. ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ દર્દીઓ માટેના નિદાન કેમ્પ તેમજ દર્દીઓને સારવાર તેમજ સરકારની રાહત ભાવની દવા મેળવી આપવી જોઈએ એ જ સમાજની સાચી સેવા છે.

મુસ્લિમો સિવાયના અન્ય ટ્રસ્ટો અને મંડળો આવા કેમ્પ યોજે છે. આપણે પણ બીજા સમાજની જેમ ખંભેથી ખંભો મિલાવી સમાજની સેવા કરવી જોઈએ તેવી અપીલ છે.(૨-૧૯)

(3:54 pm IST)