News of Tuesday, 17th July 2018
સરકારે અઢી વર્ષમાં રાજકોટને ઘણુ આપ્યું : પૂર્વ પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો
રાજકોટ : મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓએ અઢી વર્ષ શાસનમાં રાજયસરકારના સહયોગ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો. રાજકોટના પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજય સરકારએ પદાધિકારીઓના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકોટના વિકાસમાં જે રીતે સહયોગ આપ્યો હતો તે માટે આભારની લાગણી વ્યકત કરી હતી. આ સમયે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩૫)
(4:02 pm IST)