News of Monday, 11th November 2019
મહિકા પાસે અકસ્માતમાં ભાવનગરના મહુવાના વિપુલ કોળીને કાળ ભેટ્યો
ત્રંબા રહી બિસ્કીટની ફેકટરીમાં કામ કરતો હતોઃ રાજકોટથી આટો મારી ત્રંબા જતી વખતે બનાવ
રાજકોટ તા. ૧૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે બાઇક અકસ્માતમાં ત્રંબા રહેતાં મુળ ભાવનગરના મહુવાના કોળી યુવાન વિપુલ બાબુભાઇ ઢાપા (ઉ.૨૭)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
વિપુલ મુળ મહુવાનો વતની હતો અને કેટલાક સમયથી ત્રંબામાં રૂમ રાખી એકલો રહી બિસ્કીટની ફેકટરીમાં નોકરી કરતો હતો. રવિવારે રજા હોઇ તે બાઇક લઇ રાજકોટ આટો મારવા આવ્યો હતો. પરત જતી વખતે મહિકા પાસે બાઇક સ્લીપ થતાં અથવા કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આસુન્દ્ર અને રાઇટર યોગરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(1:01 pm IST)