રાજકોટ
News of Wednesday, 20th February 2019

''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'' દ્વારા પુલવામાં શહિદ વિર જવાનોના સ્મરણાર્થે શાંતિયજ્ઞઃ ફાળો એકત્ર

રાજકોટ તા.૨૦: ''ટિમ ઇન્દ્રનીલ ફોર યુ''દ્વારા ત્રિકોણબાગ ખાતે પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવક શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂના વડપણ હેઠળ  શહીદોના આત્માના સ્મારણાર્થે એક ''શાંતિયજ્ઞ'' આયોજીત કરેલ તથા આ ''શાંતિયજ્ઞ''માં શહેરના વિવિધ ધર્મ તથા વિવિધ વર્ગના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લઇને શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી તથા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી લોકો એ શહીદો માટે બનતું કરી છુટવાની લાગણી વ્યકત કરી હતી છેલ્લે કાર્યક્રમના અંતે હાજર બધા લોકોએ રાષ્ટ્રગીત ગાય અને શહીદોને અંજલિ અર્પણ કરી ''શાંતિયજ્ઞ''ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

 આ તકે ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ''ના આયોજન અને પૂર્વ ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ રાજકોટના નગરજનોને વેપારી મંડળને અપીલ કરી હતી કે www.bharatkeveer.gov.in માં માતબર ફંડ શહીદ થયેલ જવાનોના પરિવાર માટે જમા કરાવી રાજકોટ તથા સૌરાષ્ટ્રનું નામ મોખરે લાવશો.

આ કાર્યક્રમમાં ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ''ના વશરામભાઇ સાગઠીયા, સુરેશભાઇ ગરૈયા, હારૂનભાઇ ડાકોરા, અતુલભાઇ રાજાણી, મચ્છાભાઇ ગોહીલ, જગદીશભાઇ મોરી, અભિષેકભાઇ તાળા, હેમંતભાઇ વીરડા, ભરતભાઇ આહીર, પરેશભાઇ શિંગાળા, અબ્બાસભાઇ સમાં, હબીબભાઇ કટારીયા, સલીમભાઇ કારીયાણી, મુકેશભાઇ ગૌસ્વામી, નીલદીપભાઇ તળાવીયા, ભરતભાઇ  ધોળકીયા, ગોૈરવભાઇ પુજારા, મુકેશભાઇ ડાભી, હર્ષિતભઇાઇ જાની, શૈલેશધાઇ મહેતા, જીતુલ ઠાકર, નયોત્સનાબેન ધટ્ટી, જયાબેન ચોૈહાણ, હીનાબેન વાડોદરીયા, અનિતાબેન સોની, વહીદાબેન ગાંજા, કંચનબેન વાળા સહિતના ઉપસ્થીત રહેલા.

તેમજ સવારે આ રથ વોર્ડ નં. ૧ માં નગરજનો પાસે શહીદ થયેલા સૈનિકો માટે ફુલ નહિં તો ફૂલની પાંખડી રૂપે કઇક કરી છુટવા  ફંડ આપવા '' ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' ના માર્ગદર્શન હેઠળ વોર્ડના કાર્યકરોએ વોર્ડ નં.-૧ ના મુખ્ય માર્ગો પર ફરી શહીદો માટે ફંડ એકત્રીત કરવા અપીલ કરી હતી. જેમાં ભરતભાઇ આહીર, મચ્છાભાઇ ગોહીલ, વિજયભાઇ નકુમ, જયાબેન ચોૈહાણ, અનિતાબેન સોની, યોગેશભાઇ પરમાર, હર્ષદભાઇ નકુમ , માયાબેન સહિતના ઉપસ્થિત રહેલા.

તેમજ વોર્ડ નં. ૯ માં પણ શહીદો માટે ફંડ માટે અપીલ કરવામાં આછી હતી. અને વોર્ડ નં. ૯ ના મુખ્ય માર્ગો પર યજ્ઞેશભાઇ દવે, વિભાકર આહીર, મનીષભાઇ ક્કકડ, હિતેશભાઇ જોષી, ચિંતનબેન જોષી, પીનાકભાઇ જોષી, ગોપાલભાઇ, રમેશભાઇ પટેલ, કોૈશિકભાઇ ભૂત સહિતના ઉપસ્થિત રહેલો.

આ બંને વોર્ડમાં વિસ્તારના ગરીબથી લઇને તવંગર લોકોએ પોતપોતાની જવાબદારી સમજી આપણા શહીદ સૈનિકોના પરિવાર માટે ''મારો દેશ મારી સેના'' આહવાન કરી ખુબજ સહકાર આપેલ અને યથાશકિત શહીદ સૈનિકો માટે મદદ કરેલ હતી.(૭.૨૮)

(4:00 pm IST)