રાજકોટ
News of Wednesday, 20th February 2019

સામાકાંઠે ૪૪ મિલ્કત જપ્તી કરાશે : નોટીસ

સેન્ટ્રલ ઝોનમાં ૬ મિલ્કતોને સીલ તથા ૪ મિલ્કતને નોટીસની કાર્યવાહી કરતા વસુલાત : આજે ર૬ લાખની વસુલાત

રાજકોટ, તા., ૨૦: મ્યુ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નો બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે સામાકાંઠે બાકી વેરો વસુલવા ૪૪ મિલ્કતોને જપ્તીની નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ સેન્ટ્રલ ઝોનમાં મિલ્કત સીલ અને જપ્તીની કાર્યવાહી કરાતા બાકી મિલ્કત ધારકો દ્વારા ધડાધડ ચેક આપ્યા હતા. આજે બે ઝોનમાં ર૬ લાખની વસુલાત થવા પામી છે.

પુર્વ ઝોન

પુર્વ ઝોનની વેરા શાખા દ્વાાર વર્ષ ર૦૧૮-૧૯ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ગાયત્રી પાર્ક મોરબી રોડ નવાગામ રોડ વિસ્તારમાં, પેડક રોડ, ગ્રીન લેન્ડ ચોકડી નવાગામ સંત કબીર રોડ, રામનગર જીઆઇડીસી વિસ્તારમાં, વોર્ડ નં. ૧૬ કેદારનાથ સોસાયટી, સાગર સોસાયટી આશાપુરા સોસાયટી, વિરાણી અઘાટ બાલાજી ઇન્ઙ એટલાસ, સોમનાથ સહીતના વિસ્તારમાં બાકીવેરો વસુલવા કાર્યવાહી કરતા રૂ. ૧૩.૧૮ લાખની વસુલાત થવા પામી છે. તેમજ ૪૪ મિલ્કતોને નોટીસ પાઠવવામાં આવી છે.

આ કામગીરી આસી. કમિશ્નર (પુર્વ ઝોન) આસી. મેનેજર એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર , બી.આઇ.ભટ્ટ અને એચ.કે.કાપડીયા વિ. દ્વારા આસી. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રોલ ઝોનની વેરા શાખા દ્વારા ર૦/ર૧ ન્યુ જાગનાથ પ્લોટ,માં રામકૃષ્ણનગરમાં ૧, સોનીબજારમાં ૧, લોધાવાડ ચોકમાં, ભૂતખાના ચોક, સરદારનગર મેઇન રોડ પર આવેલ માયા ચેમ્બર, ગોંડલ રોડ પર આવેલ બેંકના યુનિટ, યાજ્ઞિક રોડ પર આવેલ ૧ કોમર્શીયલ યુનિટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીાયમાં આવેલ૧ યુનિટ પરમેશ્વર સોસાયટીમાં યુનિટની બાકી માંગણા સામે નોટીસો આપેલ. અટીકા ઇન્સ્ટ્રીયલ એરીયામાં આવેલ, ર મીલ્કત સહિતના વિસ્તારમાં બાકી વેરા વસુલવા ૬ મિલ્કતને સીલ તથા ૪ મીલ્કત જપ્તિની નોટીસ પાઠવામાં આવતા રૂ. ૧૩ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજી ગામેતી વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, ઘૈર્યભાઇ જોષી, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સ્પેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશનર શ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. (૪.૧૧)

(3:36 pm IST)