રાજકોટ
News of Monday, 28th November 2022

લાગણીઓનું સ્‍થાન માંગણીઓએ લીધુઃ પ.પૂ.પદ્મદર્શન વિજયજી

રાજકોટ,તા.૨૮: ગિરનાર તીર્થની ગોદમાં રૂપાયતન રોડ સ્‍થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસુરિજી મહારાજ અને પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં ૯૯ યાત્રા ભારે હર્ષોલ્લાસપૂર્વક ચાલી રહી છે. ૯ વર્ષથી માંડી ૩૫ વર્ષ સુધીના ભાઇઓ-બહેનો ગિરનાર મંડન નેમિનાથ દાદાની પવિત્ર ઓરા સર્કલમાં ઝૂમી રહ્યા છે.

તમારા પરિચયમાં આવનારને સત્‍કારર્યનુ ંસેવન કર્યુ છે કે દુષ્‍કાર્યનો ત્‍યાગ કર્યો છે. એની તમને જાણ જઇ જાય  પછી તમે એને આદર ન આપો તો ન ચાલે. કદર ન કરો તો કેમ ચાલે? ઘરોમાં, સમાજમાં, સંસ્‍થાઓમાં અને પ્રસંગોમાં વડીલોની આંખની શરમ રાખવાનું લગભગ બંધ થઇ ગયુ છે.

ડ્રગ્‍સની પાછળ કેટલાક યુવાનો જિંદગીને બરબાદ કરી રહ્યા છે. મા-બાપોએ સેવેલા અરમાનોના યુવાપેઢી દ્વારા ભાંગીને ભૂક્કા બોલાવી દેવામાં આવ્‍યા છે. વર્તમાન માં સંવેદના લકવાગ્રસ્‍ત બની હોય એવું જણાય છે. બબાડ મિત્રવર્તુળે યૌવનનો ખાત્‍મો બોલાવી દીધો છે. શરમ નામનું જળ સુકાવાના કારણે સંસ્‍કૃતિના આદર્શોનો કચ્‍ચરઘાણ બોલાઇ રહ્યો છે. ઇમોશનલ અટેચમેન્‍ટ ઘટવા લાગ્‍યુ છે. લાગણીનું સ્‍થાન માંગણીઓએ લીધુ છે. પ્રભુ સાથે સદ્‌ગુરુ સાથે અને માતા-પિતા સાથે,મિત્રો સાથે કે પરિચિતો સાથે સંબંધોમાં લાગણી નામનું તત્‍વ ઓછુ થયુ છે. સંબંધોમાં પણ આક્ષેપ બાજી, તનાવ,  શંકા, વહેમ અને રૂક્ષતાનું પ્રમાણ વધ્‍યુ છે. સંબંધનુ સ્‍થાન હવે સંપર્કને મળવા લાગ્‍યું છે. અને સંપર્કનુ સ્‍થાન સંઘર્ષને મળવા લાગ્‍યુ છે.

(4:35 pm IST)