રાજકોટ
News of Monday, 28th November 2022

ગુજરાત વિકાસનું મોડેલ અન્‍ય રાજયો માટે પણ પ્રેરણાદાયી બન્‍યું છેઃ ગોવિંદભાઈ

વોર્ડ નં.૮ રમેશભાઈ ટિલાળાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન : ગુજરાતને સમૃધ્‍ધિના શીખરે લઈ જવા માટે ભાજપની ડબલ એન્‍જીન સરકાર કટિબધ્‍ધ : ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ : દક્ષિણ વિધાનસભા- ૭૦ પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના વોર્ડ નં.૮ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા, પૂર્વમંત્રી ઉમેશભાઈ રાજયગુરૂ, નિતીનભાઈ ભારદ્વાજ, વોર્ડ પ્રભારી નિતીનભાઈ ભૂત, વોર્ડના હોદેદારોમાં તેજસ જોશી, કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા, અગ્રણીઓ માવજીભાઈ ડોડીયા, રઘુભાઈ ધોળકીયા, મહેશભાઈ રાઠોડ, કિરણબેન માંકડીયા, રાજુભાઈ અઘેરા, કોર્પોરેટરો ડો.દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, કાર્યકરો, પ્રતિષ્‍ઠિત નાગરિક ભાઈ- બહેનો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ તકે ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, છેલ્લા ૨૭ વર્ષમાં ભાજપના શાસન દરમિયાન અનેકવિધ વિકાસના લોકોપયોગી કાર્યો થયા છે. જેના પરિણામે ગુજરાતના વિકાસના મોડેલને અન્‍ય રાજયો અનુસરી રહ્યા છે. તેમણે આ તકે ચૂંટણીના દિવસો ઓછા  હોઈને કાર્યકરોને અથાગ પરિશ્રમ કરીને મારા કરતા પણ વધુ લીડથી રમેશભાઈ ટીલાળાને જીતાડવા અપીલ કરી હતી. ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતને સમૃધ્‍ધિના શીખરે લઈ જવા માટે કેન્‍દ્ર અને રાજયની ડબલ એન્‍જીન સરકાર કટિબધ્‍ધ છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ આ મત વિસ્‍તારનાં વિકાસને વધુ ગતિ આપવા પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરી હતી. પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજયગુરૂ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજએ જણાવ્‍યું કે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના મોડેલની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ છે. ગુજરાતએ ભારતના વિકાસનું ગ્રોથ એન્‍જીન છે. વોર્ડના પ્રભારી નીતિનભાઈ ભૂતે ચૂંટણી વ્‍યવસ્‍થાની કામગીરી અંગે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપીને ઉત્‍સાહીત કર્યા હતા. તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે

(4:35 pm IST)