News of Sunday, 28th November 2021
આજીડેમના દારૂના ૧૪૫૨ વિદેશી દારૂની બોટલના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી ચતુર શીવાભાઇ પલાળીયાને પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી લીધો
રાજકોટ: આજીડેમ પોલીસના દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર ચતુર શીવાભાઇ પલાળીયા ઉં.વ.૩૧ રહે રાજકોટ હાલ કુવાડવા રોડ નવાગામ ન્યુ શકિત સોસાયટી ૪૦ ફુટ રોડ શકિત પાન નામની દુકાન પાસે ઉભેલ છે તેવી બાતમી મળતા તેને પકડી લેવાયો છે.
આ કામગીરી એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ.ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઝહીરભાઇ ખફીફ તથા પો.હેડ.કોન્સ કિશોરદાન ગઢવી તથા પો.કોન્સ. અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ યુવરાજસિંહ રાણા તથા પો.કોન્સ જયદેવસિંહ પરમાર નાઓ દ્વારા કામગીરી કરવામા આવેલ છે.
(10:40 am IST)