રાજકોટ
News of Sunday, 28th November 2021

માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ બે શખ્સને PIT NDPS એકટ હેઠળ અટકાયતમાં લઇ જેલહવાલે કરવા કાર્યવાહી કરતી ભકિતનગર પોલીસ

રાજકોટ: શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંચેક માસ અગાઉ ગેરકાયદેશર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ બે  શખ્સો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. તેમની સુચનાથી આવા રેર કેસમાં દરખાસ્ત તૈયાર કરી ડી.જી.પી. સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવા સુચના કરેલ હોય આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો વેપાર-ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે સારૂ PIT NDPS દરખાસ્ત તૈયાર કરી મોકલતા, પોલીસ મહાનિર્દેશક સાહેબ સી.આઇ.ડી. ક્રાઇમએ આ કાયદાની કલમ-૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમ કરેલ છે જેથી અભીષેક ઉર્ફે જોન્ટી રમણીકભાઇ ખારેચા ઉવ. ૨૩ રહે. નહેરૂનગર મેઇન રોડ સરદારનગર શેરી નં.-૩ સંતોષ પાન વાળી શેરી રાજકોટને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલવા તથા અન્ય એક શખ્સને ભુજ જેલમાં મોકલવા તજવીજ થઈ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા તથા પી.સી.બી ઇ.પો.ઇન્સ. વાય.આર.રાવલ તથા પો.સબ.ઇન્સ. એમ.જે.હુણ તથા એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, પો.હેડ.કોન્સ. હિરેનભાઇ પરમાર, ઉપેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, હોમગાર્ડ હાર્દીક પીપળીયા, તથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તથા CID CRIME ગાંધીનગરના પો.કોન્સ, પારસભાઇ ટાંક, હિતેષભાઇ મેરીયાએ કરી હતી.

(10:28 am IST)