રાજકોટ
News of Saturday, 28th November 2020

ઘરફોડી-લુંટ કરતી એમપીની ગેંગને રૂરલ પોલીસે ઝડપી લીધા બાદ રીમાન્ડ ઉપર લેવા તજવીજ

ઘરફોડી અને લૂંટ કરતી મધ્ય પ્રદેશની આંતર રાજય ગેંગના અનસીંગ મનજી કામલીયા, રાજુ ઘુમસીંગ વસુનીયા, રાહુલ અમરશી વસુનીયા અને દિપુ મનુ વસનીયા રે. જાંબુઆ અને ધાર જીલ્લો એમ.પી.ને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહિલ તથા પી.એસ.આઇ. એચ. એમ. રાણાની ટીમે ઝડપી લઇ પૂછતાછ કરતા ગુજરાત અને એમ.પી.ના ૧૪ ગુન્હાની કબુલાત આપી હતી. આ ટોળકીએ રાજકોટના રતનપરની રત્નમ રેસીડેન્સીમાં પ૮ હજાર તથા આજ વિસ્તારમાં બીજા એક મકાનમાંથી બે મોબાઇલ ફોનની ચોરી કરી હતી રાજકોટના અમૃતધારા રેસીડેન્સીના એક મકાનમાંથી ૧૯૩૦૦ની ચોરી રેલનગર પાછળ ક્રિષ્ના બંગ્લોઝમાંથી ર૭,૮૦૦ની ચોરી, ત્રંબા ગામે એક મકાન તથા ગર્લ્સ હોસ્ટેલમાંથી મોબાઇલ ફોનની ચોરી, ગોંડલ વૃંદાવન સોસાયટીમાંથી ૮૩૩૦૦ની ચોરી, લોધીકાના પાળ ગામે મકાનમાંથી ૮૦ હજારની મતાની ચોરી તથા જામનગરમાં અલગ અલગ બે મકાનમાંથી મોબાઇલ ફોન અને મંદિરમાંથી દાનપેટી તોડી ચોરી કર્યાની કબુલાત આપી હતી. રૂરલ ક્રાઇમ બ્રાંચે આ ટોળકી પાસેથી રોકડ, સોના-ચાંદીના ઢાળીયા સહિત પ લાખનો મુદામાલ કબ્જે કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. તસ્વીરમાં રૂરલ એસ.પી. બલરામ મીણા, રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ગોહિલ તથા પી.એસ.આઇ. રાણા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:34 pm IST)