પતિ બીજી યુવતી સાથે ભાગી ગયા બાદ પરત ન આવતા કામીનીબેને ફીનાઇલ પી લેતા દાખલ
ગંજીવાડામાં બીમારી સબબ ૮ માસની બાળકીનું મોત

રાજકોટ તા. ર૮: કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતી મહિલાએ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
મળતી વિગત મુજબ હુડકો કવાર્ટર બી-૧૪૪માં રહેતા કામીનીબેન વિજયભાઇ પીપળીયા (ઉ.વ. ૩પ) એ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કામીનીબેને પ્રેમલગ્ન કર્યા છે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિજય છ મહિના પહેલા બીજી યુવતીને લઇને ભાગી ગયો હોઇ, પરત ન આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું સારવાર હેઠળ રહેલા કામીનીબેને જણાવ્યું હતું. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં. ૩૭ માં રહેતી ક્રિષ્ના વિજયભાઇ ચૌહાણ (ઉ.વ. ૮ માસ) ને રાત્રે તાવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.