રાજકોટ
News of Saturday, 28th November 2020

પંચનાથ હોસ્પિટલમાં કોવીડ-૧૯ના દર્દીઓ માટે એન્ટી- બોડી ટેસ્ટ રૂ.૫૦૦માં

બાયો- માર્કર ટેસ્ટ માત્ર રૂ.૧૪૦૦ તથા એચ.આર.સી.ટી. સ્કેન પરિક્ષણો રૂ.૧૬૦૦માં ઉપલબ્ધ : સિટીસ્કેન વિભાગના દરેક સ્ટાફ પી.પી.ઈ.કીટથી સજજ હોય છે, દરેક દર્દી બાદ ફરજીયાત સેનેટાઈઝ કરવામાં આવે છે

રાજકોટઃ શહેરમાં વર્તમાન સમયમાં કોરોના મહામારીના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં  ઈલાઈટ રેડિયોલોજિસ્ટ સર્વિસ દ્વારા પંચનાથ હોસ્પિટલ કોવીડના પરિક્ષણો કરી શકે તે માટે પસંદગી કરેલ છે.

તાજેતરમાં હોસ્પિટલમાં ત્રણ અલગ અલગ પ્રકારના કોરોના બાયોમાર્કર પરિક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં (૧) લોહી દ્વારા જે તે દર્દીઓના તબીબોની મળેલી સૂચના બાદ જ પરિક્ષણો કરવામાં આવે છે. જેમાં સી.બી.સી., સી.આર.પી., એસ.જી.પી.ટી., એલ.ડી.એચ., ફેરિટિન તથા ડી- ડાઈમરની તપાસ કરવામાં આવે છે. જેનો ચાર્જ માત્ર રૂપિયા ૧૪૦૦ રાખવામાં આવેલ છે તથા પરીક્ષણનો સમય સોમ થી શનિ સવારે ૭:૩૦ થી સાંજે ૭:૩૦ સુધીનો રહેશે.

(૨) દર્દીના ફેંફસામાં ન્યુમોનિયા કેટલો વકર્યો છે તે જાણવા માટે એચ.આર.સી.ટી. સ્કેન દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ દર્દીના તબીબની સૂચના અત્યંત આવશ્યક છે. જેનો ચાર્જ માત્ર ૧૬૦૦ નકકી કરવામાં આવેલ છે. જેનો સમય પણ સોમ થી શનિ સવારે ૯ થી સાંજે ૭ સુધીનો રાખવામાં આવેલ છે.

(૩) જો તબીબને ઉપરોકત બંને પ્રકારના પરીક્ષણોની જરૂરત જણાવય તો તેમનો કુલ ચાર્જ રૂપિયા ૩૦૦૦ જેટલો રાખેલ છે.

(૪) તેમજ ટોટલ કોવીડ-૧૯ એન્ટી બોડી પરીક્ષણમાં (()) કવોલીટેટિવ એમ કુલ ૩ પરીક્ષણો કરવામાં આવે છે.

(૫) પંચનાથ હોસ્પિટલમાં ૧૪૫થી વધુ કોરોના બાયોમાર્કરના પરીક્ષણો થઈ ચૂકેલ છે. તેમજ ૬૫૯૬થી વધુ સિટી સ્કેન થઈ ગયેલ છે.

સિટી સ્કેન વિભાગમાં દરેક દર્દી પછી સેનીટાયઝેશન કરવામાં આવે છે. સિટી સ્કેન વિભાગનો દરેક સ્ટાફ પી.પી.ઈ. કીટથી સજજ રાખવામાં આવે છે. વેઈટિંગ એરિયામાં પણ દર કલાકે સેનીટાયઝેશન કરવામાં આવે છે. દરરોજ સિટી સ્કેન વિભાગનો સમય પૂર્ણ થઈ ગયા બાદ ફયુમીગેશન કરવામાં આવે છે.

યાદ રહે કે ઉપરોકત કોરોના બાયોમાર્કર પરિક્ષણો માટે જે તે તબીબની અનુમતિ અત્યંત આવશ્યક છે. તબીબની પરવાનગી વગર કોઈપણ સંજોગોમાં પરિક્ષણો કરી આપવામાં નહિ આવે તેવું શ્રી  પંચનાથ સર્વાજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડની અખબાર યાદી જણાવે છે.

રાજકોટ રેડિયોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખશ્રી ડો.પરેશ પાધરા, માનદ મંત્રીશ્રી ડો.દુષ્યંત ગોંડલીયા, કોષાધ્યક્ષશ્રી ડો.કાર્તિક ગોહેલ, સક્રિય સભ્યશ્રી ડો.ચિરાગ ઘોડાસરા અને ડો.આત્મન કથીરિયા, સિનિયર રેડિયોલોજિસ્ટ ડો.મલય ઢેબરે ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો.લક્ષમણભાઈ ચાવડા સાથે પરામર્થ કરીને કોવીડ-૧૯ના દર્દીઓને જેમ બને તેમ ઝડપથી સચોટ પરીક્ષણો મળી શકે તે માટે પંચનાથ હોસ્પિટલની પસંદગી કરેલ છે.

વર્તમાન કોરોના મહામારીની ગંભીર સમસ્યા વચ્ચે દર્દીઓને નજીવા દરે સચોટ પરિક્ષણો થકી જે તે તબીબો શ્રેષ્ઠ નિદાન કરી શકે તેવી ભાવના કે સદભાવના દાખવનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો.લક્ષમણભાઈ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ ડી.વી.મહેતા, મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઈ લાલકિયા, ડો.ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા નામાંકિત આગેવાનો સેવારત છે.

વધુ માહિતી માટે શ્રીમતી ધૃતિબેન ધડુકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧- ૨૨૩૧૨૧૫ / ૦૨૮૧- ૨૨૨૩૨૪૯ તથા સિટી સ્કેનની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે રમીઝભાઈ જીવરાની (મો.૯૦૩૩૯ ૪૯૪૮૩) ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(1:06 pm IST)