રાજકોટ
News of Wednesday, 28th November 2018

થોરાળામાં પારૂલબેન સોંદરવા અને પુત્ર કેવલ પર પડોશીઓનો ધોકાથી હુમલો

પારૂલબેનના ૧૬ વર્ષના પુત્રને ખુશાલે ગાળો દેતાં ના પાડતાં પોતાના પિતા અને ભત્રીજા સાથે મળી લાકડીથી ફટકારી, ફડાકો માર્યો

રાજકોટ તા. ૨૮: નવા થોરાળા મેઇન રોડ આંબેડકરનગર-૨ બાલકસાહેબની જગ્યા પાસે રહેતાં પારૂલબેન કિશોરભાઇ સોંદરવા (ઉ.૪૪) નામના વણકર મહિલા અને તેના પુત્ર કેવલ (ઉ.૧૬) પર પડોશી ખુશાલ, તેના પિતા ગોવિંદભાઇ અને ભત્રીજા ધનરાજે લાકડીથી હુમલો કરી તેમજ લાફા મારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે. પારૂલબેનની ફરિયાદ પરથી થોરાળાના એએસઆઇ જી. એલ. વાસાણીએ ગુનો નોંધ્યો છે. એફઆઇઆરમાં જણાવાયું છે કે પારૂલબેનનો પુત્ર કેવલ જમીને ફાકી લેવા શેરીમાં ગયો ત્યારે પડોશી ખુશાલે ગાળો દેતાં ગાળો દેવાની ના પાડતાં માથાકુટ થઇ હતી. બાદમાં પોતે સમજાવવા જતાં ખુશાલ, તેના ભત્રીજા ધનરાજ અને પિતાએ મળી લાકડીથી માર મારી લાફો પણ મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ગોવિંદભાઇએ એવી ધમકી પણ આપી હતી કે આજે તો તારા દિકરાને આટલો જ માર્યો છે હવે અમારી સાથે કંઇ બોલશે તો જાનથી મારી નાંખશું પારૂલબેને આક્ષેપ કર્યો હતો કે પોતાના પતિને હાલમાં દારૂ નહિ આપવા બાબતે ગોવિંદભાઇને સમજાવવા જતાં આ માથાકુટ થઇ હતી.

(3:46 pm IST)