રાજકોટ
News of Wednesday, 28th October 2020

દિવનપરામાં ડામર પેવર કામ

શહેરના વોર્ડ નં. ૭ ના જાગૃત કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી વોર્ડમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયાછે. જેના ભાગરૂપે દિવાનપરામાં ડામર-પેવર કામનો પ્રારંભ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતીમાં તેમજ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારીના અતિથિવિશેષ સ્થાને સ્થાનીક અગ્રણીઓ ચમનભાઇ લોઢીયા, ગીરીશભાઇ પરસાણા, વિનુભાઇ જીવરાજાની, રંજનબેન જેઠવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનીલ લીંબડ, મયુરભાઇ શાહ, કીરીટ ગોહેલ, પુનીતાબેન પારેખ, રાજુભાઇ મુંધવા, રમેશભાઇ પંડયા, નિલેશભાઇ શાહ, કમલેશભાઇ મહેતા, હરેશભાઇ પારેખ, નિલેશભાઇ વોરા, ચમનભાઇ પરસાણા, પ્રતિકભાઇ મહેતા, દર્શનભાઇ ત્રિવેદી, નિતીનભાઇ શાહ, રૂષિતભાઇ શાહ, ઉમેશભાઇ જાની વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)