રાજકોટ
News of Wednesday, 28th October 2020

આજે સવારે ઠંડીનો ચમકારો વધ્યો

જો કે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે હુંફાળુ વાતાવરણઃ બપોરે ઉકળાટ

રાજકોટ તા. ર૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધીમે ધીમે શિયાળાની અસર વર્તાવા લાગી છે. મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડકનો અનુભવ થાય છે.આજે વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો વધ્યો હતો અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડકનો વધુ અસર વર્તાઇ હતી.

સવારના સમયે ઠંડક હોવાથી ખુશનુમા વાતાવરણનો અહેસાસ થાય છે અને વહેલી સવારે શિયાળાની સવારની મજા માણવા અને તંદુરસ્ત રહેવા માટે મોર્નિંગ વોક કરવા પણ અનેક લોકો નીમળે છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે જતો રહેતા ઉનાળા જેવો અનુભવ થાય છે.

(3:09 pm IST)