રાજકોટ
News of Wednesday, 28th October 2020

સમરસમાં મળેલી સારવારથી માતા સ્વસ્થ થયાઃ અતુલ ભાંડેરીયા

રાજકોટ : 'મારી માતા સમરસમાં મળેલ આત્મીયતા સભર સારવારથી સ્વસ્થ થયા છે' આ શબ્દો છે અતુલભાઈ ભાંડેરિયા જેમના માતા શાંતાબેન એ તાજેતરમાં સમરસ હોસ્ટેલ માં સઘન તથા સચોટ સારવાર મેળવી,કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. જેનો શ્રેય અતુલભાઈ સમરસમાં ફરજનિષ્ઠ ડોકટર સહિતના સેવાકર્મીઓને આપે છે.

શાંતાબેનને કમરના મણકામાં દુખાવો ઉત્ત્।પન્ન તથા તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ગયા,ઙ્ગત્યાં સ્થાનિક આરોગ્યકર્મીઓ દ્વારા તેમનું નિદાન કરતા કોરોનાનાં લક્ષણો સામે આવ્યા.

આ વિશે વાત કરતા અતુલભાઈ જણાવે છે કે,'મમ્મીને કોરોના પોઝિટિવ આવતા અમે સહપરિવાર પી.એચ.સી. માં ટેસ્ટ કરાવ્યો ત્યાં અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો,ઙ્ગસ્થાનિક આરોગ્ય કર્મીઓની સૂચના અનુસાર મમ્મીને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા. સમરસની ૭ દિવસની આયોજનબદ્ઘ અને સચોટ સારવારથી મમ્મીની કમરનો દુખાવો મટી ગયો,ઙ્ગઅને સમયસર આપતા ગુણવત્ત્।ા યુકત આહાર,ઙ્ગઆયુર્વેદિક દવા તથા ઉકાળાને પરિણામે તેઓ સ્વસ્થ થયા છે. સમરસના સર્વે સ્ટાફે જે માયાળુ સારવાર આપી છે,ઙ્ગતે કાબિલેદાદ છે.'

(12:52 pm IST)