રાજકોટ
News of Wednesday, 28th October 2020

રૈયામાં ચાંદની મંડપ પાસે ભરત રાઠોડ પર બે શખ્સનો ધોકા-પાઇપથી હુમલો

રાજકોટ તા. ૨૮: રૈયાધારમાં રહેતાં અને રૈયા ગામમાં આવેલા ચાંદની મંડપ સર્વિસમાં કામ કરતાં ભરત બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૪૨) નામના યુવાનને રાતે દોઢેક વાગ્યે મંડપ સર્વિસ પાસે હતો ત્યારે વિપુલ ઘાટેલીયા અને દેવજી દેગડાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મંડપના ગાળા ફીટ કરવા બાબતે માથાકુટ થયાનું જણાવાયું હતું.

ખોડિયારનગરમાં સુરેશને સંતોષે સળીયો ફટકાર્યો

આજી વસાહત પાસે ખોડિયારનગરમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં સુરેશ કનૈયાલાલ ચોૈહાણ (ઉ.૩૫)ને કામ બાબતે સંતોષ ઝાએ સળીયાથી માર મારતાં સારવાર માટે સિવિલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:47 pm IST)