રાજકોટ
News of Tuesday, 28th September 2021

કારના શો-રૂમમાં ગ્રાહકોને અપાતી ચા-કોફીના વેન્ડીંગ મશીનમાં ગંદકી બાબતે નોટીસ

ગોંડલ રોડ પરના કીયા કારના શો-રૂમમાં ચા-કોફીના વેન્ડીંગ મશીનમાંથી જીવાત નીકળતી હોય તેવી ફરીયાદના અનુસંધાને ફૂડ શાખાનું ચેકીંગ : લાખાજીરાજ રોડ, જવાહર રોડ પરથી બે રેસ્ટોરન્ટમાંથી નોનવેજ નમૂના લેવાયા : સામાકાંઠા હોકર્સ ઝોનમાં ખાણીપીણીની રેકડીઓમાં ચેકીંગ

રાજકોટ તા. ૨૮ : મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા ગોંડલ રોડ પર આવેલ કીયા કારના શો-રૂમમાં ચા-કોફીના વેન્ડીંગ મશીનમાંથી ચા-કોફીમાં જીવાત પણ નિકળતી હોય તેવી ફરિયાદના અનુસંધાને ચકાસણી દરમ્યાન        લાયસન્સ અને હાઇજીનીક કન્ડીશન જાળવણી બાબતે નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ લાખાજીરાજ રોડ તથા જવાહર રોડ પરની બે નોનવેજ રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.

જ્યારે સંતકબીર રોડ પર આવેલ હોકર્સ ઝોનમાં વેંચાણ કરતી રેકડીમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે ચેકીંગ કરવામાં આવ્યું હતું.

મ્યુ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

નમૂના લેવાયા

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ(૧) ચિકન મસાલા શાક  (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : ઇકબાલ રેસ્ટોરન્ટ, સર લાખાજીરાજ રોડ (૨) ચિકન બોટી મસાલા શાક (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ : હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ, જવાહર રોડ રાજકોટ લીધેલ છે.

ફરિયાદ અન્વયે ચેકીંગ

તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ કીયા કાર શો-રૂમમાં ગ્રાહકોને આપવામાં આવતી ચા-કોફીના વેન્ડીંગ મશીનમાંથી ચા-કોફીમાં જીવાત પણ નિકળતી હોય તેવી ફરિયાદ આવેલ. જેના અનુસંધાને ફુડ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ફુડ લાયસન્સ અને હાઇજીનીક કન્ડીશન જાળવણી બાબતે નોટીસ આપવામાં આવેલ છે.

(3:36 pm IST)