News of Tuesday, 28th September 2021
વડવાજડીમાં ૧૯ વર્ષના યુવાન અલ્પેશે ઝેર પીધું: કારણ અકળ
રાજકોટ તા. ૨૮: લોધીકાના વડવાજડી ગામે રહેતાં અલ્પેશ કિશોરભાઇ ભલસોડ (પ્રજાપતિ) (ઉ.વ.૧૯) નામના યુવાને રાતે બારેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
અલ્પેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને હાલમાં જ ધોરણ બારની પરિક્ષા પાસ કરી હોઇ કોલેજમાં પ્રવેશ મેળવવા તજવીજ કરી રહ્યો છે. રાતે બધાએ કોૈટુંબીક ભાઇના લગ્નની સીડી જોયા બાદ તે રૂમમાં ગયો હતો અને અચાનક આ પગલુ ભર્યુ હતું. તેના પિતા કિશોરભાઇ ઇંટોના ભઠ્ઠા ચલાવે છે. અલ્પેશે શા માટે આ પગલુ ભર્યુ તે અંગે પરિવારજનો અજાણ છે.
(10:40 am IST)