આલ્બમ 'હમસફર' રિલીઝ : પામેલા જૈનના ગીતો
સી.એ. એવા પામેલાએ કુમ કુમ, યે હે મોહબ્બતે જે.પી. સિરિયલોમાં પણ પોતાના સૂર આપ્યા છે : આલ્બમનું સમીર જેમ્સ અને એડોલીના દ્વારા ડીરેકશન
રાજકોટ, તા. ર૮ : હાલમાં ''હમસફર'' નામક આલ્બમ રીલીઝ કરવામાં આવેલ છે. ''હમસફર'' એ યુવા પેઢીની પ્રેમકથાને આધાર રાખીને ગવાયેલ એક ગીત છે. જેનું સંગીત શોર્યે ઘાટક દ્વારા આપેલ છે અને યશ ઇશ્વરી દ્વારા શબ્દો લખાયેલ છે. આ આલ્બમ (હમસફર)નું ડીરેકશન સમીર જેમ્સ અને એડોલીના ધાટક દ્વારા કરવામાં આવેલ છે.
''હમસફર''માં જેમનો સ્વર ગૂજી ઉઠ્યો છે એવા સીંગર પામેલા જૈનની વાત કરીએ તો તેઓ સારા સીંગર હોવાની સાથે એક ચાર્ટડ એકાઉન્ટન્ટ પણ છે. પણ એમનો સંગીત સાથેનો ગાઢ સંબંધ હોવાથી તેમને પોતાની કારકિર્દી સંગીત જગતમાં બનાવેલ છે પામેલા જૈન ઘણા પિકચરો (ફિલ્મો) માં પણ પોતાનો સ્વર આપેલ છે જેમ કે વિવાહ, જુર્મ, ન તુમ જાનો ના હમ વગેરે અને માત્ર સીનેમા જગતના સંગીતમાં નહી પણ ટીવીનાં પરદે પણ તેમણે પોતાની કારકીર્દી સ્થાપિત કરી છે. તેમણે ખુબ પ્રચલીત ટીવીના કાર્યક્રમો જેમ કે કેમ કેમ યે હે મોહબ્બતે વગેરેમાં પણ પોતાના સ્વરની ભેટ આપેલ છે અને એ એક માત્ર એવા ગાયિકા છે જેમણે અનેક ભારતીય ભાષાઓમાં ગીતોને સ્વર પોરવેલ છે.
તો આવા એક હોનહાર કલાકાર (ગાયિકા) પામેલા જૈન ના આ નવાા આલ્બમ ''હમસફર'' ને આપણે ઉમંગભેર વધાવી અને તેમના સ્વરને બીરદાવીએ.
આ આલ્બમના હાલ યુ-ટયુબ ઉપર ૯ લાખથી વધારે વ્યુઅર્સ તેમજ ફેસબુક ઉપર ૪ લાખથી વધારે વ્યુઅર્સ થઇ ચુકેલ છે.