રાજકોટ
News of Wednesday, 28th July 2021

સામાકાંઠે ટી.પી. સ્કીમ નં. ૩૧ના રસ્તાઓ તત્કાલ ખુલ્લા કરોઃ કોંગ્રેસ

રાજકોટઃ. શહેરના સામાકાંઠાના અમદાવાદ રોડ, મોરબી રોડ તથા રીંગ રોડ-૨ના વિસ્તારમાં આવેલા ટી.પી. સ્કીમ નં.૩૧ના રસ્તાઓ તત્કાલ ખુલ્લા કરાવી માળખાકીય સુવિધા પુરી પાડવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા તથા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિ

શ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યુ હતું કે શહેેરના પૂર્વ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓનો પશ્ચિમ વિસ્તારની સાપેક્ષમાં ઘણો અભાવ છે. આ વિસ્તારમાં રસ્તા, પાણી તથા આરોગ્યની બાબતે સત્વરે સુવિધાઓ વિકસાવવાની જરૂર છે. હાલમાં વોર્ડ નં. ૪માં અમદાવાદ તથા મોરબી રોડ તેમજ રીંગ રોડને સાંકળતી ટી.પી. સ્કીમ નં. ૩૧ આશરે ૯ વર્ષ પહેલા ડ્રાફટ મંજુર થવા છતા તેના તમામ ટી.પી. રોડ ખોલવામાં આવેલ નથી. આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, શ્રીમતી ભાનુબેન સોરાણી, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યુ છે. તેમજ આ રજૂઆતમાં ઠાકરશીભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેંસાણીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, હર્ષદભાઈ વઘેરા સહિતના આગેવાનો જોડાયા હતા.

(4:03 pm IST)