રાજકોટ
News of Wednesday, 28th July 2021

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં કાદવ-કિચડ-ગંદકીનું સામ્રાજય

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૮ ના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ પર ખાડા-ખબચડા ઠેર ઠેર ગંદકીના ગંજથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે મ.ન.પા. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે. વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે દર ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં ચાલવુ પણ મુશ્કેલ થઇ જાય છે. તંત્ર દ્વારા રોડ - રસ્તામાં ખાડા રીપેરીંગ તથા ગંદકી દુર કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તાર તરફ શાસકો નજર કરે તેવી માંગ લતાવાસીઓ કરી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં વિસ્તારવાસીઓ દ્વારા તાકિદે કાદવ-કિચડ તથા ગંદકીનો પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી હતી. (તસ્વીર : અશોક બગથરીયા) 

(4:01 pm IST)