રાજકોટ
News of Wednesday, 28th July 2021

શું સરકાર કોવિડ ગાઇડલાઇનમાં રાહત આપવા વિચારે છે ?

આગામી સપ્તાહમાં શહેરના ૧૮૦૦ લોકોનો એન્ડીબોડી ટેસ્ટ

સતત એક સપ્તાહથી બપોર સુધીમાં એક પણ કેસ નથી નોંધાયા : ૧૭ વ્યકિતઓ સારવારમાં : હવે કોરોના સામે લોકો કેટલા સક્ષમ છે તે જાણવા શીરો સર્વે : ૫૦ ટીમો દ્વારા લોહીના નમૂનાની તપાસ મેડીકલ કોલેજમાં કરાવાશે

રાજકોટ તા. ૨૮ : શહેરમાં છેલ્લા એક સપ્તાહથી બપોર સુધીમાં એકપણ કોરોનાના કેસ નથી નોંધાયા. જો કે સાંજે એકલ-દોકલ કેસ આવે છે પરંતુ એકંદરે કોરોના સંક્રમણ હવે અટકયું છે. કેમકે લોકો હવે થોડા જાગૃત થયા છે, વેકસીન પણ આપવામાં આવી રહી છે. આ બધા કારણોને લીધે કોરોના કાબુમાં આવ્યો છે તેથી હવે શહેરીજનોમાં કોરોના સામે લડવાની કેટલી તાકાત આવી ગઇ છે તે જાણવા મ.ન.પા.નું આરોગ્ય તંત્ર આગામી સપ્તાહમાં ૧૮૦૦ શહેરીજનોના એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવનાર છે.

સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ 'શીરો સર્વે' તરીકે ઓળખાતી આ કામગીરી અંતર્ગત મ.ન.પા.ના આરોગ્ય વિભાગની ૫૦ વ્યકિતઓની ટીમ બનાવાશે અને પ્રત્યેક ટીમ ૩૬ વ્યકિતઓના લોહીના નમૂનાઓ લેશે. આમ કુલ ૧૮૦૦ વ્યકિતઓના લોહીની તપાસ મેડીકલ કોલેજમાં થશે. જેમાં 'એન્ટીબોડી'નું પ્રમાણ જોઇને તેનો રીપોર્ટ જાહેર કરશે.

જો કે જેને કોરોના થઇ ગયો હોય તેવા લોકો અથવા જેને વેકસીન લીધી છે તેવા લોકો કે પછી જેને કોરોના થયો નથી અને વેકસીન પણ નથી લીધી તેવા લોકો. આ ત્રણમાંથી કઇ કેટેગરીના લોકોનો એન્ટીબોડી ટેસ્ટ થશે તે હજુ જાહેર નથી થયું. સંભવત રેન્ડમલી 'એન્ટીબોડી' ટેસ્ટ થાય તેવી શકયતા છે.

આમ, કોરોના હળવો થતા હવે 'એન્ટીબોડી' ટેસ્ટનો નિર્ણય લેવાતા તંત્રવાહકો કોવિડ ગાઇડ લાઇનના નિયમોમાં રાહત આપવાનું વિચારી રહ્યા હોય તેવી આશા લોકોમાં જાગી છે. (૨૧.૨૬)

કાલે ૩૧ કેન્દ્રોમાં કોવિશીલ્ડ અને ૨ કેન્દ્રમાં કો-વેકસીન રસી અપાશે

શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૯/૦૭/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેકસીન રસી આપવામાં આવશે.

કોવીશીલ્ડ રસી

૧)   સિવિલ હોસ્પિટલ

૨)   પદ્મકુંવરબા હોસ્પિટલ

૩)   શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

૪)   ચાણકય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી

૫)   નંદનવન આરોગ્ય કેન્દ્ર

૬)   શિવશકિત સ્કુલ

૭)   નાનામવા આરોગ્ય કેન્દ્ર

૮)   મવડી આરોગ્ય કેન્દ્ર

૯)   શાળા નં. ૮૪, મવડી ગામ

૧૦) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

૧૧) શાળા નં. ૨૮, વિજય પ્લોટ

૧૨) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ

૧૩) સદર આરોગ્ય કેન્દ્ર

૧૪) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર

૧૫) શેઠ હાઈસ્કુલ

૧૬) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

૧૬) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

૧૭) શાળા નં. ૬૧, હુડકો

૧૮) શાળા નં. ૨૦ બી, નારાયણનગર

૧૯) જંકશન આરોગ્ય કેન્દ્ર

૨૦) માધાપર આરોગ્ય કેન્દ્ર

૨૧) રેલ્વે હોસ્પિટલ

૨૨) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ

૨૩) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર

૨૪) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)

૨૫) કબીરવન આરોગ્ય કેન્દ્ર

૨૬) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર

૨૭) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

૨૮) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

૨૯) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

૩૦) તાલુકા શાળા (BRC) ભવન

કોવેકસીન રસી

૧)   શાળા નં. ૪૭, મહાદેવ વાડી,  લક્ષ્મીનગર

૨)   શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

આજે બપોર સુધીમાં એક પણ કેસ નથી

દરમિયાન આજે પણ બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે ગઇ સાંજે ૨ કેસ નોંધાતા હાલમાં ૧૭ વ્યકિતઓ સારવાર હેઠળ છે અને પોઝિટિવીટી રેટ ૦ માંથી ૦.૧૦ ટકા થયો હતો. આજ સુધીના કુલ ૪૨૭૯૦ કેસ થયા છે અને ૪૨૩૧૯ સાજા થયા છે અને કુલ ૧૨,૫૭,૪૯૪ ટેસ્ટ થયેલ જેમાંથી કુલ ૩.૪૦% લોકો સંક્રમિત થયાનું નોંધાયું છે.

(3:09 pm IST)