રાજકોટ
News of Tuesday, 28th June 2022

કામદાર કોલેજ દ્વારા વ્હાઇટ કોટ સેરેમની

રાજકોટઃ કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા બીએચએમએસના પ્રથમ વર્ષના સેરેમનીનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી રાજેશભાઇ કામદાર (ચેરમેન ઓફ કામદાર ગ્રુપ ઓફ કોલેજ, શ્રી પરેશભાઇ (ડાયરેકટર ઓફ કામદાર ગ્રુપ ઓફ કોલેજ), ડો.પ્રિયેશ જૈન (પ્રિન્સિપાલ ઓફ કામદાર નર્સિંગ કોલેજ) તથા શ્રી રાજીવ રંજન (પ્રિન્સિપાલ ઓફ દિલ્લી વર્લ્ડ પબ્લિક સ્કુલ) મુખ્ય અતિથિનાં સ્થાને રહેઁલ. ડો. રજનીશ શર્મા તથા સર્વે અતિથિઓ સાથે વિદ્યાર્થીઓએ ડો. હેનીમેન ઓથ લીધેલ, કાર્યક્રમમાં અંતે સૌએ સાથે ''રાષ્ટ્રગાન'' ગાઇ અને વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં, ડાયરેકટર શ્રી પરેશભાઇ કામદાર તથા કોલેજનાં અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:20 pm IST)