રાજકોટ
News of Tuesday, 28th June 2022

અષાઢી બીજે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

કાલે નિજ મંદિરના પ્રાંગણમાં મામેરા દર્શન, રથયાત્રાની જનજાગૃતિ અર્થે બાઈક રેલી ઃ ગુરૃવારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે ભગવાનનો અભિષેકઃ ભાનુબેન બાબરીયા પરિવાર દ્વારા મામેરાની વિધિ

કૈલાશધામ આશ્રમ નાનામૌવા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન

શ્રી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ- દા- ઢાબા, પુષ્કરધામ, આલાપ એવન્યૂ, શકિતનગર (જે.કે.ચોક), આકાશવાણી  ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલશી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક) , ફૂલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઈન રોડ, નારાયણનગર, પી.ડી.એમ. કોલેજ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ,  શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક, કૈલાશધામ આશ્રમ, નીજ મંદિર ખાતે મહાઆરતી

રાજકોટઃ કૈલાશધામ આશ્રમ  જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૃ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે આગામી તા.૧ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે. રથયાત્રામાં જોડાનાર મુખ્ય ત્રણ રથના કલેવર શૃંગાર, નિમંત્રણ પત્રીકા, એરીયા વાઈઝ પત્રીકા વિતરણ, બેનર, હોર્ડીંગ, રથયાત્રાના સમગ્ર રૃટ ઉપર સ્વાગત, મંદિર સુશોભન વગેરે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે.

નીજમંદિરના પ્રાંગણમાં તા.૨૯ને બુધવારે સાંજે ૪ વાગ્યે મામેરા દર્શન રાખવામાં આવશે. રથયાત્રાની સમગ્ર શહેરમાં લોકજાગૃતી અર્થ તા.૨૯ને બુધવાર સાંજે ૫ વાગ્યે રથયાત્રાના રૃટ ઉપર બાઈક રેલી નિકળશે. જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ અને યુવાવર્ગને જોડાવવા આહવાન કરવામાં આવે છે.

આ વર્ષે રાજકોટમાં સૌપ્રથમવાર રથયાત્રા પૂર્વે કળશયાત્રા નિકળી હતી. જેમાં ૧૦૮ દિકરીઓ જોડાયેલ અને ૧૦૮ કળશમાં પાણી ભરી અને મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. જે પાણી દ્વારા તા.૩૦ના રોજ સાંજે ૪ વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચાર સાથે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવના હસ્તે કરવામાં આવશે. તેમજ રાત્રે ૮ વાગ્યે નેત્રવિધી કરવામાં આવશે.

રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજ તા.૧ના રોજ સવારે ૭ વાગે થશે. રથયાત્રામાં સૌથી આગળ ડી.જે., ઢોલ, શરણાઈવાદક, વૃંદ રહેશે. ત્યારબાદ અખાડાના સાધુ દ્વારા અંગ કસરતના દાવ, ત્યારબાદ મુખ્ય ત્રણ રથ ભગવાન  જગન્નાથજી, ભાઈ બલભદ્રજી તથા બેન શુભદ્રાના આકર્ષણ રથ ત્યારબાદ વિવિધ રાસ મંડળીઓ અને વિવિધ ધાર્મિક ફલોટ જોડાશે. યાત્રામાં આ વખતે રાજસ્થાનથી ખાસ નૃત્ય મંડળી બોલવવામાં આવી છે. જે શહેરના મુખ્ય ચોકમાં પોતાની કલા કૌશલ દેખાડશે.

યાત્રા પ્રારંભ નીજ મંદિર, મોકાજી સર્કલ, વૃદાંવન સોસાયટી, પુષ્કરધામ, જે.કે.ચોકશ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગ્લોઝ, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત)ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રીકોણ બાગ, સાંંગણવા ચોક, ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનલા રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, દેવપરા, યાદવ નગર, સહકાર નગર મેઈન રોડ, નારાયણ નગર, પી.ડી.એમ. કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ચંદ્રેશ નગર મેઈન રોડ, રાજનગર ચોક, નાનામૌવા મેઈન રોડ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, નાના મૌવા ગામ થઈને નીજ મંદિર પરત ફરશે. ત્યાં રાત્રે ૮ઃ૩૦ વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભવ્ય યાત્રામાં આ વખતના મામેરા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન મનહરભાઈ બાબરીયા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. મામેરા વીધી ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે બપોરે ૧ વાગ્યે કરવામાં આવશે. દર વર્ષે મામેરાના યજમાનનો લાભ અલગ અલગ પરિવારોને આપવામાં આવે છે. ભગવાન જગન્નાથ અષાઢી બીજે નગરચર્યાએ નીકળી રહ્યા હોય. ત્યારે સર્વે નગરજનોને દર્શનનો લાભ લેવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૃ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે મો.૯૬૦૧૪ ૪૧૦૦૮, મો.૮૮૩૯૮ ૪૩૮૫૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(1:55 pm IST)