રાજકોટ
News of Monday, 28th June 2021

રાજકોટ સીવીલમાં ૨ સહિત જીલ્લામાં કુલ ૭ સ્થળે ઓકસીજન પ્લાન્ટ સ્થાપિત કરાયા

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ સીવીલ હોસ્પીટલમાં બે તથા જીલ્લામાં ૫ સ્થળે સહિત કુલ ૭ જગ્યા-હોસ્પીટલોમાં ઓકસીજન પ્લાન્ટ સ્થાપિત કરી દેવાયાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતું.તેમણે ઉમેર્યુ હતુ કે રાજકોટ સીવીલમાં ૫૦૦ - ૫૦૦ લીટરના બે પ્લાન્ટ ઉપરાંત ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ સરકારી હોસ્પીટલોમાં દરેક સ્થળે ૨૫૦ લીટરના પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયા છે. આ તમામ ૭ પ્લાન્ટ આ અઠવાડિયે ચાલુ કરી દેવાશે.

(3:51 pm IST)