રાજકોટ
News of Monday, 28th May 2018

ચિમકી

તો ૧પ દિ' બાદ મુખ્‍યમંત્રીનાં બંગલા સામે સામુહીક આત્‍મ વિલોપન

મવડીની ભારતનગર ઝુંપડપટ્ટીની પીપીપી આવાસ યોજનાનાં લાભાર્થીઓનું મ્‍યુ. કમિશ્નરને અલ્‍ટીમેટમઃ બિલ્‍ડર દ્વારા બાંધકામમાં ગેરરીતીનાં આક્ષેપો

રાજકોટ, તા., ર૮: મ્‍યુ. કોર્પોરેશન દ્વારા મવડી વિસ્‍તારમાં આવેલ ભારતનગર ઝુંપડપટ્ટીમાં પીપીપી આવાસ યોજનાનું નિર્માણ થઇ રહયું છે. જેમાં બિલ્‍ડર દ્વારા બાંધકામમાં ગેરરરીતી કરી અને લાભાર્થીઓને અન્‍યાય થઇ રહયાની રજુઆત ૩૦થી વધુ લાભાર્થીઓ દ્વારા મ્‍યુ. કમિશ્નરને કરાઇ છે.

આ આવેદનમાં જણાવાયું છે કે અંબીકા ટાઉનશીપ મવડી વિસ્‍તારમાં આવેલ ભારતનગરના ઝુંપડાવાસીઓનાં મકાનો તોડી પાડી અને ફલેટ આપવાની યોજના મ્‍યુ. કોર્પોરેશને પીપીપી ધોરણે હાથ ધરી છે. તેમાં બિલ્‍ડર દ્વારા બાંધકામ નિયમોનો ઉલાળીયો કરીને લાભાર્થીઓને અન્‍યાય થઇ રહયા છે. જેમાં ૩ર૦ ફલેટના બદલે માત્ર ૩૦૮ ફલેટ બનાવાયા છે. કોમન પ્‍લોટ માત્ર ૮૧ ટકા રખાયો છે.

માર્જીન પણ ઓછુ છોડવામાં આવ્‍યું છે. કોમ્‍યુનીટી હોલ -આંગણવાડી નથી, આંતરીક રસ્‍તાઓની ઝુંબેશ  તથા લીસ્‍ટ ૩ના બદલે માત્ર રજુ છે.

આમ બિલ્‍ડર દ્વારા લાભાર્થીઓને અન્‍યાય થઇ રહયો છે તથા બાંધકામમાં  ગેરરીતી થઇ રહી છે.તેવા આક્ષેપો કરી અને આ બાબતે યોગ્‍ય પગલા લઇ લાભાર્થીઓને ન્‍યાય અપાવામાં આવછેદનપત્રમાં માંગ ઉઠાવાઇ છે.

તેમજ જો ૧પ દિવસમાં આ પ્રશ્રો નહી ઉકેલવામાં આવે તો મુખ્‍યમંત્રીશ્રીના નિવાસસ્‍થાન સામે સામુહીક આત્‍મ વિલોપન કરાશે તેવી ચિમકી આવેદનપત્રના અંતે ઉચ્‍ચારી હતી.

આ રજુઆત ઘનશ્‍યામભાઇ પટેલ, મુકેશભાઇ ગોડઠેશ્વર, કાળુભાઇ જાદવ, ભુપતભાઇ, પોપટભાઇ સહીત ૩૦ થી વધુ લાભાર્થીઓ જોડાયા હતા.

(4:58 pm IST)