રાજકોટ
News of Monday, 28th May 2018

ઇલેકટ્રીક ચોરીના ગુના માં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૨૮ :  સને ૨૦૦૬ ની સાલમાં મનહરપુર-૧ ગામમાં રહેતા હિરાભાઇ આહિરે પોતાના ખેતરમાં ઇલેકટ્રીક લાઇન પસાર થતી લાઇનમાંથી ગેરકાયેદેસર છેડા આપી મોટર વડે પાણી ચોરી કરતા વીજ ચેકીંગ દરમ્‍યાન પાડાતા આરોપી સામે પヘમિ ગુજરાત વિદ્યુત બોર્ડે ફરીયાદ દાખલ કરતા આરોપીને રાજકોટ તાલુકા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ, જે કેસ સેસન્‍સ જજશ્રીએ નવા કાયદા હેઠળ ચાલેલ કેસ પુરાવા પર આવતા ફરીયાદ પક્ષે વીજ અધિકારી તથા સાથેની ટીમના ૬ સાક્ષ્ીી તથા પોલીસ અધિકારીની જુબાની થયેલ અને પ્રોસીકયુસશન તરફે ૧૨ જેટલા દસ્‍તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ પુરાવો પૂર્ણ થયા બાદ બન્‍ને પક્ષની રજુઆત ધ્‍યાને લઇ સેસન્‍સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આરોપી હિરાભાઇ નાજાભાઇની વાડી મનહરપુર-૧ માં આવેલ છે. પોતાની વાડીમાં વીજ જોડાણ ન હોય ખેતરમાં વાવેલ પાકને પાણી પાવા ખેતર પાસેથી પસાર થતી વીજ લાઇનમાંથી ડાયરેકટ ગેરકાયદેસર વીજ જોડાણ લઇ વીજ ચોરી કરી મોટર વડે પાંણી ખેંચતા હોયજે અંગે પヘમિ ગુજરાત વિદ્યુત બોર્ડને બાતમી મળતા બાતમીની રૂએ સ્‍થળપર તપાસ કરતા આરોપીના પુત્રને વીજ ચોરી કરતા રંગે હાથ પકડાયેલ, વીજ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવા પંચ રૂબરૂ રોજકામ કરી મોટર કબજે કરેલ. આ અંગે વીજ અધિકારીએ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ.

બચાવ પક્ષે રોકાયેલ વકિલ શ્રી રોહિતભાઇ ઘીયાએ દલીલ કરતા જણાવેલ કે આ કામમાં આરોપીની માલીકીની ખેતીની જમીન છે તે દર્શાવતો સચોટ પુરાવો મળેલ નથી. હાલના આરોપી વીજ ચોરી કરતા હોય તેવો પો્રસીકયુશનનો કેસ નથી તેમજ પોલીસે કોઇમુદામાલ કબજે કરેલ નથી. સ્‍વતંત્ર સાક્ષી કેસને સમર્થન આપતા નથી, કાયદાની પ્રક્રિયા મુજબ રોજકામ કરેલ નથી. તેમજગામના જવાબદાર અધીકારી કે  સરપંચ ની રૂબરૂ કોઇ કાર્યવાહી થયેલ નથી, કોઇ નીવેદન લીધેલ નથી, જે રજુઆત ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી પી.કે. સતીષકુમારે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ શ્રી રોહિતભાઇ બી. ઘીયા, ચેતન આર. ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર.બી. ચોરીયા રોકાયેલ હતા.

(4:56 pm IST)