રાજકોટ
News of Monday, 28th May 2018

આઇએનઆઇએફડી દ્વારા ખાદી ફેશન શો

 વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન સુત્રને સાકાર કરવા તાતજેરમાં રાજકોટ ખાતે ઇન્‍ટરનેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફેશન ડીઝાઇન (આઇએનઆઇએફડી) દ્વારા ખાદીના વષાોનો ફેશન શો ગોઠવવામાં આવ્‍યો હતો. આ તકે વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ વિવિધ વસ્‍તુઓનું પ્રદર્શન પણ ગોઠવાયુ હતુ. સેન્‍ટર હેડ નૌશિક પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સ્‍પર્ધામાં  બાળકોએ ખાદીમાંથી બગીચા, ફુલછોડ,  મેઘધનુષી થીમ પર ડીઝાઇનર કપડા સાથે રેમ્‍પવોક કર્યુ હતુ. વંદે માતરમની થીમ અને ભગવાન જગન્નાથની યાત્રાની થીમે દેશભક્‍તિ અને ધર્મભક્‍તિનો માહોલ ઉજાગર કર્યો હતો. ૫પ થી વધુ બાળકોના અને ૬૦ થી વધુ મોડલ્‍સના ખાદીના કપડા આઇએનઆઇએફડીના વિદ્યાર્થીઓએ જાતે ડીઝાઇન કરીને રજુ કર્યા હતા. અલગ અલગ ૧૦ કેટેગરીમાં એવોર્ડસ અપાયેલ. આ ફેશન શો માં ૧૦૦ થી વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. ૧૫૦ થી વધુ ઇન્‍ટીરીયર ડીઝાઇનના વિદ્યાર્થીઓએ પણ ફરનીચર સહીતની જાતે બનાવેલી વસ્‍તુઓ પ્રદર્શીત કરી હતી.

(4:54 pm IST)