રાજકોટ
News of Monday, 28th May 2018

રાજકોટવાસીઓને હાશકારો ! બે દિવસ પછી ગરમી ઘટવા લાગશે

આજે ૪૨ ડીગ્રી, તા-૧ જુનથી ૪૦ ડીગ્રી થઇ જવાની આગાહી : ચોમાસા પૂર્વેનો માહોલ હવે એકદમ નજીકમાં

રાજકોટ, તા.૨૮: શહેરની જનતાએ ૪૪ ડીગ્રી સુધીના આકરા તાપમાનનો સામનો કર્યા બાદ હવે ગરમી ઘટવાના સમાચાર છે.

આ વખતે ઉનાળામાં રાજકોટવાસીઓએ આકરા તાપનો અનુભવ કર્યો છે. ૪૪ ડીગ્રી સુધી પરસેવે રેબઝેબ  થયા બાદ હવે ગરમી ઘટવા તરફ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આવતીકાલે ૨૯મીએ ૪૨ ડીગ્રી રહેશે તા.૩૦-૩૧ના દિવસોમાં ૪૧ ડીગ્રી રહેશે તા. ૧ જુનથી તાપમાન વધુ ઘટીને ૪૦ ડીગ્રીએ પર્હોચી જશે. પ્રિ-મોન્સુન એકટીવીટીના એંધાણ છે. ટુંક સમયમાં જ ચોમાસા પૂર્વેનો માહોલ દેખાશે.

(4:16 pm IST)