રાજકોટ
News of Monday, 28th May 2018

કોર્પોરેશનની શાળાઓ તેજસ્વી બનીઃ ૩૧થી ૮૨ ટકા પરિણામ

એકનાથ રાનડે શાળાનું પરિણામ ૦ ટકા માંથી ૩૧.૪૨ ટકાએ પહોંચ્યું : સરોજીની નાયડુ વિદ્યાલયનું ૮૨ ટકા પરીણામઃ આચાર્ય-સ્ટાફની પીઠ થાબડતા પુષ્કર પટેલ

રાજકોટ,તા.૨૮: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૦નું પરિણામ જાહેર થયુ છે. જે ૬૭.૫૦ ટકા આવ્યુ છે. જયારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ૬ શાળનું ૩૧ થી ૮૨ ટકા પરિણામ આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલએ શાળાનાં આચાર્ય-સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ અંગે સ્ટે.ચેરમેન હાઇસ્કુલ પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, મ્યુનિ. કોર્પોરેશનની સંચાલિત ૬ શાળાનું પરિણામ એકદંરે સારૂ આવ્યુ છે. જેમાં આંકડાકીયા તરફ નજર કરીએ તો શહેરનાં અંબાજી કડવા પ્લોટ ખાતે આવેલ એકનાથ રાનડે ગર્લ્સ વિદ્યાલયનું ૮૨.૮૩ ટકા , જંકશનમાં આવેલ એકનાથ રાનડે વિદ્યાલયનું ૩૧.૪૨ ટકા તથા વીર સવારકર વિદ્યાલયનું ૧૩.૮૮ ટકા તથા ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલયનું ૬૨.૫૦ ટકા, ભકિત નગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી શેઠ હાઇસ્કુલનું ૪૮.૭૧ તથા મવડીમાં આવેલ મુરલીધર વિદ્યાલયનું ૩૫.૭૧ પરિણામ આવ્યુ છે.

આ અંગે વધુમાં પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, જે શાળામાં પરિણામ ઘટયુ છે અને ઓછુ આવ્યુ છે તે શાળાનું આગામી સમયમાં સારૂ પરીણામ લાવવા સુચન કર્યુ છે.

 ૦ એથી ૩૧ ટકાએ પહોંચ્યું

શહેરનાં જંકશન વિસ્તારમાં આવેલ એકનાથ રાનડે શાળાનું ધો.૧૦નું ૨૦૧૭માં ૦ ટકા પરીણામ આવ્યુ હતુ. જયારે આ વર્ષે કુલ ૩૫  માંથી ૧૧ વિદ્યાર્થીઓ પાસ થતા ૩૧.૪૨ ટકા પરિણામ આવ્યુ છે. આ અંગે શાળાનાં આચાર્ય શ્રી પાઠકે જણાવ્યુ હતુ કે,  શાળાનું પરિણામ શ્રેષ્ઠ લાવવા તમામ શીક્ષકોએ મહેનત કરી હતી. વિદ્યાર્થીઓને સવાર અને બપોરનાં એમ બે સમય માટે અભ્યાસ કરવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને સ્કુલ મારફત તમામ સાહિત્ય પુરુ પાડવામાં આવતુ હતુ.

કોર્પોરેશન સંચાલિત હાઇસ્કુલના પરિણામની વિગત

હાઇસ્કુલનું

કુલ

પાસ

નાપાસ

પરિણામ

ગત વર્ષનું

નામ

વિદ્યાર્થી

 

 

(ટકા)માં

પરિણામ

પી એન્ડ ટી.વી.  શેઠ હાઈસ્કુલ

૩૯

૧૯

૨૦

૪૮.૭૧

૫૨

એકનાથ રાનડે વિદ્યાલય

૩૫

૧૧

૨૪

૩૧.૪૨

૦૦

વીર સાવરકર વિદ્યાલય

૩૬

૦૫

૩૧

૧૩.૮૮

૧૦

મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય

૪૮

૩૦

૧૮

૬૨.૫

૪૨

સરોજીની નાયડુ વિદ્યાલય

૯૯

૮૨

૧૭

૮૨.૮૩

૫૫

મુરલીધર વિદ્યાલય

૪૨

૧૫

૨૭

૩૫.૭૧

૩૨

પ્રથમ ક્રમે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીના પીઆર

હાઇસ્કુલનું નામ

PR

સરોજીની નાયડુ વિદ્યાલય 

૯૮

પી એન્ડ ટી.વી.  શેઠ હાઈસ્કુલ

૯૮

મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય

૯૧

મુરલીધર વિદ્યાલય 

૯૫

(4:15 pm IST)