રાજકોટ
News of Monday, 28th May 2018

વોર્ડ નં.૧૩ ના રામનગરમાં પેવર રોડ કામનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

રાજકોટ, તા.૨૮: વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ વિસ્તારમાં રામનગરના રામમંદિરથી પેવર રોડનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. પેવર રોડનું ખાત મુહુર્ત જાગૃત ધારાસભ્ય અને પૂર્વ ઉર્જા મંત્રી ગુજરાત રાજય ગોવિંદભાઈ પટેલ, એસ્ટેટ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, દ્વારા કરાયેલ આ પ્રંસગે પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કાન્તીભાઈ ઘેટિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર ભાજપ મંત્રી દીવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાદ્યેલા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, રમેશભાઈ બાલાસરા, પ્રવીણભાઈ ચૌહાણ, વજુભાઈ લુણસીયા, વિશાલભાઈ પરમાર, રમેશભાઈ વેકરીયા, નારણભાઈ બોળીયા, કેતનભાઈ વાછાણી, નાગજીભાઈ ગોલતર, આશિષભાઈ સરપદળીય, દિલીપભાઈ ગઢવી, ગોવિંદભાઈ ટોયટા, સુખદેવસિંહ વાળા, વિનુભાઈ પોપટ, મનસુખભાઈ મશરૂ, દામજીબાપા ટાંક, મનસુખભાઈ રાઠોડ, ગીરીશભાઈ ચુડાસમા, વિરલ વાળા, મનોજ પંડ્યા, રામનગરના ટ્રસ્ટી મંડળો, કે.જી.ચાવડા, ગીરીશભાઈ મામા, ચંપકભાઈ શેઠ, તુષારભાઈ વાંજા, ભાવેશભાઈ દવે, પટેલભાઈ, કિશોરભાઈ કોટેચા, જોશી અદા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ગીતાબેન વાછાણી, સંગીતાબેન, શોભનાબેન પરમાર, મધુબેન પટોળીયા, પુનમબેન રાઠોડ, ભાવનાબેન અમબાસણા, શારદાબેન ખાચરિયા, જોશનાબેન સંચાણીયા, ઇલાબેન ગણાત્રા, શોભનાબેન આહીર, રેખાબેન બુધ્ધદેવ, વીણાબેન ચાવડા તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:11 pm IST)