રાજકોટ
News of Monday, 28th May 2018

વોર્ડ નં. ૧પમાં ગંદા પાણી સમસ્યાનાં નિકાલમાં તંત્ર નિષ્ફળ : ઇજનેરોની દાદાગીરી : કોંગ્રેસની ઉગ્ર રજુઆત

રાજકોટ : વોર્ડ નં. ૧પનાં ખોડિયાર પરા વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી પીવાનાં પાણી સાથે ભળી જતુ હોઇ. સ્થાનિક કોર્પોરેટરો ઇજનેરોને રજુઆત કરીને થાકી ગયા છે. આમ છતાં જાહેર આરોગ્ય માટે જોખમકારક એવી આ સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે. ત્યારે આ વિસ્તારનાં કોર્પોરેટર માસુબેન હેરભાએ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાની આગેવાની હેઠળ ડે. કમિશ્નર ચેતન નંદાણીને ઉગ્ર રજુઆતો કરી હતી. તે વખતની તસ્વીર. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૬ મહિનાથી આ વિસ્તારમાં ગંદુ પાણી વિતરણ થઇ રહ્યું છે છતાં તેને ઉકેલવામાં તંત્ર વાહકો અને ઇજનેરો નિષ્ફળ ગયા છે અને કોર્પોરેટરોને ત્યાઙ્ગ વિસ્તારવાસીઓને ધમકાવી અને બેદરકારી છુપાવેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. આ રજુઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત  કોર્પોરેટર ધનુભા જાડેજા, સંજય અજુડિયા, પરેશ અરસોડા, હારૂનભા ડાકોરા, અગ્રણીઓ રામભાઇ હેરભા, પ્રભાતભાઇ ડાંગર વગેરે સહિત લતાવાસીઓ બહોળી સખ્યામાં જોડાયા હતાં.

(4:08 pm IST)