રાજકોટ
News of Monday, 28th May 2018

આજે ઓખા-જયપુર રાજકોટ સ્ટેશને ૪.૩૦ કલાક મોડીઃ રાત્રે ૧૧.પ૦ ને બદલે સવારે ૪.ર૦ વાગ્યે પહોંચશે

રાજકોટઃ ટ્રેન નં. ૧૯પ૭૩ ઓખા-જયપુર વિકલી એકસપ્રેસ (તા.ર૮) આજે ઓખાથી તેના નિયત સમય સાંજે ૭.ર૦ વાગ્યે ઉપડવાને બદલે રાત્રે ૧૧.પપ વાગ્યે ઉપડી રાજકોટ સ્ટેશને વ્હેલી સવારે (તા.ર૯)ના ૪.ર૦ કલાકે પહોંચશે. આ ટ્રેનનો પેઇરીંગ રેક ૭ કલાક ૪૦ મીનીટ ઓખા સ્ટેશને મોડો પડતા આ ફેરફાર કરવામાં આવ્યાનું ડીવીઝનલ રેેલ્વે મેેનજર એ.કે.સિન્હાની યાદીમાં જણાવાયું છે. વધુ જાણકારી માટે મુસાફરો રેલ્વે ઇન્કવાયરીનો નંબર ૧૩૯ ઉપર સંપર્ક કરી શકે છે.

(4:07 pm IST)