રાજકોટ
News of Monday, 28th May 2018

આર એસ આંગડિયાની જંગી ચોરીમાં તેના જ કર્મચારીની ધરપકડ

રાજકોટ, તા.૨૮: અમદાવાદના માણેકચોકમાં આવેલી આરએસ આંગડિયા પેઢીમાંથી દોઢ માસ પહેલા ૭૦ લાખના પાર્સલની ચોરી કરનાર પેઢીના કર્મચારી અને તેના પિતારાઇ ભાઇને ખાડિયા પોલીસે પાટણથી ઝડપ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૫ લાખ રીકવર કર્યા છે. બન્ને આરોપીઓને કોર્ટે ૨ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.નરેન્દ્ર અને તેના પિતરાઇ સંજય ઠાકોરે પાર્સલ ચોરીનું કાવતરું ઘડયું હતું ૭૦ લાખનું પાર્સલ પેઢીમાંથી ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

પાટણામાંથી બન્ને આરોપીઓ નરેન્દ્ર અને સંજયને ઝડપી લીધા હતા.

(3:59 pm IST)