રાજકોટ
News of Monday, 28th May 2018

ઝઘડો કરતાં પડોશી ભાઇઓને સમજાવવા જતાં બાવાજી વૃધ્ધા અને પુત્રની ધોલધપાટ

ચુનારાવાડનો બનાવઃ ચંદ્રીકાબેન કુબાવત અને મુકેશને મારવાડી શખ્સોએ માર માર્યો

રાજકોટ તા. ૨૮: ચુનારાવાડમાં રહેતાં બે મારવાડી ભાઇઓ ઝઘડો કરી રહ્યા હોઇ તેને પડોશી બાવાજી વૃધ્ધા અને તેનો પુત્ર છોડાવવા જતાં આ બંને ભાઇઓ અને તેના પરિવારજનોએ મળી લાકડીથી હુમલો કરતાં મા-દિકરાને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં.

ચુનારાવાડ-૯માં રહેતાં ચંદ્રીકાબેન મોહનભાઇ કુબાવત (બાવાજી) (ઉ.૬૨) અને તેના પુત્ર મુકેશ મોહનભાઇ કુબાવત (ઉ.૩૫)ને રાત્રે પડોશી જગા અમરાભાઇ મારવાડ, તેનો ભાઇ રામલો, ટારો અને અમરા દાનાભાઇએ મળી લાકડીથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ અને દિપસિંહ થોરાળા પોલીસને જાણ કરી હતી. મુકેશના કહેવા મુજબ જગો અને રામો નશો કરી ઝઘડો કરતાં હોઇ પોતે મા-દિકરો છોડાવવા વચ્ચે પડતાં હુમલો થયો હતો.

લક્ષ્મીનગર નાલા પાસે ઇંડાની લારીએ મારામારી

કાલાવડ રોડ ઘનશ્યામનગરમાં રહતેાં ધર્મરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.૨૭)ને રાત્રે સવા બારેક વાગ્યે લક્ષ્મીનગર નાલા પાસે આવેલી ઇંડાની લારી પાસે હતાં ત્યારે ઇમરાન, હનીફ અને એઝાઝે ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધર્મરાજસિંહે ના પાડી ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

(3:59 pm IST)