રાજકોટ
News of Monday, 28th May 2018

ગોકુલપરામાંથી ચમન ઉર્ફ કીલુ અને નાગજી ઉર્ફ જીતુ બીયર સાથે પકડાયા

રાજકોટ તા. ૨૮: નવા થોરાળા ગોકુલપરા-૪માંથી થોરાળા પોલીસે બે શખ્સોને બીયરના છ ટીન સાથે પકડી લીધા હતાં.

પી.આઇ. સોનારાની રાહબરીમાં એએસઆઇ ડી. કે. ડાંગર, જાહીરખાન, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, રોહીતભાઇ કછોટ, વિજયભાઇ મેતા સહિતનાએ ગોકુલપરા-૪ના ખુણેથી અશોક ઉર્ફ ચમન ઉર્ફ કીલુ મોહનભાઇ ચાવડા (ઉ.૩૫-રહે. ગોકુલપરા-૩) તથા નાગજી ઉર્ફ જીતુ જીવણભાઇ રાઠોડ (ઉ.૩૫-રહે. નવા થોરાળા-૪)ને રૃા. ૬૦૦ના છ બીયર સાથે પકડી લઇ વધુ પુછતાછ હાથ ધરી છે.

(3:53 pm IST)