રાજકોટ
News of Monday, 28th May 2018

પોસ્‍ટલ કર્મચારીઓની હડતાલનો ૭મો દિ' ત્રણ વખત મંત્રણા નિષ્‍ફળઃ ગાંધીનગરમાં રેલીઃ રાજકોટમાં સાંજે દેખાવો

રાજકોટ-મોરબી-ટંકારા-મેટોડા સહિતના તમામ તાલુકા મથકે ટપાલો પાર્સલોના ઢગલાઃ ગ્રામ્‍ય પ્રજામાં મોટો દેકારો

રાજકોટ તા. ૨૮: રાજકોટ સહિત દેશભરમાં ગ્રામીણ ડાક સેવકોની બેમુદતી હડતાલ ચાલી રહી છે, આજે હડતાલનો ૭મો દિવસ છે, ત્રણ વખત મંત્રણા ફેઇલ થતા હડતાલ લંબાઇ છે. પોસ્‍ટલ કર્મચારીઓ રોષે ભરાયા છે, રાજકોટમાં આજે સાંજે સુત્રોચાર-દેખાવો થશે, તો ગાંધીનગર ખાતે મોટી રેલી કાઢી આવેદનપત્ર અપાયું હતું. અને વિસ્‍તૃત રજુઆત કરી, ન્‍યાય અપાવવા માંગણી કરાઇ હતી.

 દરમિયાન હડતાલને કારણે રાજકોટ હેડપોસ્‍ટ ઓફીસ સહિત તાલુકા મથકોએ ટપાલોના ઢગલા થઇ ગયા છે, ગ્રામ્‍ય પ્રજામાં દેકારો બોલી ગયો છે.

યુનિયન અગ્રણી શ્રી સોરઠીયા એ જણાવ્‍યું હતું કે આવતીકાલથી રાજકોટ પોસ્‍ટલ હેડ કવાર્ટર ખાતે ધરણાનો કાર્યક્રમ રખાયો છે, દરરોજ ધરણા કરાશે.

રાજકોટ-મોરબી-પડધરી-ટંકારા-મેટોડા સહિત તમામ તાલુકા મથકે ટપાલના અને પાર્સલોના ઢગલા થયાનું બહાર આવ્‍યુ઼ છે.

(1:05 pm IST)