રાજકોટ
News of Monday, 28th May 2018

એજ્‍યુકેશન હબ તરીકે ઉભરતુ રાજકોટ જીલ્લામાં ૯૯૬ વિદ્યાર્થીઓને એ૧ ગ્રેડ મળ્‍યો

રાજકોટ, તા. ૨૮ : ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલુ ધો.૧૦નું પરિણામ ૬૭.૫૦% જાહેર થયું છે. પરંતુ સૌરાષ્‍ટ્રમાં એજ્‍યુકેશન હબ તરીકે ઉભરતું રાજકોટ જીલ્લાનું પરિણામ  ૭૫.૯૨% આવ્‍યુ છે.

રાજકોટ શહેરમાં ચાર યુનિવર્સિટી અનેક કોલેજો અને સેંકડો શાળાઓ આવેલી છે. લાખો વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીનું ઘડતર કરે છે. વિદ્યાર્થીઓ શાળા - કોલેજ ઉપરાંત સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં પણ શિક્ષણ મેળવતા હોય છે. આજે ધો.૧૨ સાયન્‍સમાં પરિણામમાં રાજકોટનું પરિણામ સૌથી વધુ આવ્‍યુ હતું. ધો.૧૦માં પણ રાજકોટ જીલ્લાએ શ્રેષ્‍ઠ પરિણામ મેળવ્‍યુ છે.

ધો.૧૦ના પરિણામમાં આજે રાજકોટ જીલ્લામાં કુલ ૪૩૯૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૯૯૬ વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ મેળવ્‍યો છે. જયારે એ-૨ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૩૫૩૯ છે. તો બી-૧ ગ્રેડ મેળવતા ૬૩૫૪ વિદ્યાર્થીઓ અને બી-૨માં ૯૧૬૧ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે.

(11:35 am IST)