રાજકોટ
News of Wednesday, 28th April 2021

રાજકોટ અમદાવાદ હાઇવે માર્કેટીંગ યાર્ડ સામે પુલ પાસેથી રૂપિયા 10.46 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે જૂનાગઢ હરિયાણાના બે શખ્સને ઝડપી લેતી રાજકોટ એસીપી ક્રાઇમ ટીમ: આર.કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની બાતમી

રાજકોટ : શહેર એસીપી ક્રાઇમની ટીમે માર્કેટ યાર્ડ સામેથી 10.46 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ બે શખ્સને દબોચ્યા છે. પઓલી કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ પ્રવીણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેર વિસ્તારમાં ગે.કા વિદેશી દારૂની પ્રવૃતી સદંતર નાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે સંદર્ભે એ.એસ.આઇ. આર.કે. જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાને મળેલ હક્કિતના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા બાયપાસ હાઇવે ઉપર માર્કેટીંગ યાર્ડ સામે પુલ ઉપર ટ્રકમાંથી નીચે   ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે બે આરોપીઓ (૧) મુસ્તાક હસનભાઇ સીડા જાતે સંધી ઉવ.૪૦ ધંધો ટ્રક ડ્રાઇવર રહે. જેલ રોડ સુખનાથ ચોક દરગાહની બાજુમાં જુનાગઢ અને (૨) અમરજીત કિશન યાદવ ઉવ.૨૯ રહે. પલહાવાસ ગામ તા.રેવાડી જી.રેવાડી હરીયાણા હાલ રહે. દોલતપરા અમીનભાઇ મટારીના મકાનમાં જુનાગઢને પકડ્યા ચગે.

 ટ્રક માંથી (૧) જસ્ટર ઓરેન્જ ફલેવર વોડકા ૭૫૦ એમ.એલ. કંપની શીલ પેક બોટલ નંગ-૬૪૮ (ર) જસ્ટર ગ્રીન એપલ પ્રીમીયમ વોડકા ૭૫૦ એમ.એલ. કંપની શીકલ પેક બોટલ નંગ-૧૦૦૮ (૩) મુનવોલ્ક પ્રીમીયમ ઝીન ૭૫૦ એમ.એલ. કંપની શીલ પેક બોટલ નંગ-૯૬૦ મળી કુલ બોટલ નંગ-૨૬૧૬ કિ.રૂા.૧૦,૪૬,૪૦૦ની કબ્જે કરી છે.

  ઉપરાંત  ટ્રક નં.જી.જે.ર૩ વી.૨૮૩૫ કિ.રૂા.૫,૦૦,૦૦૦નો તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂા.૧૦૦૦ના કબ્જે કર્યા છે.

આ કામગીરી એ.સી.પી. ક્રાઇમ ડી.વી. બસીયા, એ.એસ.આઇ. ચંદ્રસિંહ જાડેજા, આર.કે. જાડેજા, પો.હેડ.કોન્સ. ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. સુધીરસિંહ જાડેજા નાઓ દ્વારા કામગીરી કરવામા આવી છે

(7:24 pm IST)