રાજકોટ
News of Wednesday, 28th April 2021

પોલીસ પર હુમલો કરનારા વધુ પાંચ પકડાયા

ખોડીયારનગરમાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ તથા ટીમ પર હુમલો થયો'તો : રાજેશ ઉર્ફે સંગ્રામ મીર, તેનો ભાઇ ભરત ઉર્ફે લાલો, કરશન જોગરાણા, રતુ મીર અને નવઘણ જોગરાણાની માલવીયાનગર પોલીસે ધરપકડ કરીઃ અલગ-અલગ ધાર્મિક સ્થળોએ ફર્યા હોવાનું રટણ

ડીસીપી  મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ તથા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણ તથા ટીમ નીચેની તસ્વીરમાં હુમલાખોરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા,.૨૮: પંદર દિવસ પહેલા ભુમાફીયા રાજુ ઉર્ફે કુકી અને તેના સાગ્રીતોને ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયારનગર મેઇન રોડ પર ચામુંડા પાન એન્ડ હોટેલ ખાતે પકડવા ગયેલી માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ તથા ટીમ પરના હુમલામાં માલવીયાનગર પોલીસે વધુ પાંચ શખ્સોને પકડી લીધા હતા.

 મળતી વિગત મુજબ કડવા પટેલ કારખાનેદારની જમીનમાં ઘુસણખોરી કરનારા રાજુ ઉર્ફે કુકીને કારખાનેદારે પોલીસ ફરીયાદ કરતા પ્લોટ ખાલી કરાવો પડયો હોઇ તેનો ખાર રાખી કાવત્રુ ઘડી માણસોને મોકલી આનંદ બંગલા ચોકમાં કારખાનેદાર પર હુમલો કરાવી તેના હાથ પગ ભંગાવી  નાખ્યા હતા. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં રાજુ ઉર્ફે કુકી સહીતના વિરૂધ્ધ ગુનો નોંધાયો હોઇ રાજુ ઉર્ફે કુકીને પકડવા માટે પંદર દિવસ પહેલા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વી.કે.ઝાલા સહીતની ટીમ દોઢસો ફુટ રોડ પર ખોડીયાર નગર મેઇન રોડના ખુણે તેની ચામુંડા પાન એન્ડ હોટેલ ખાતે જા રાજુ ર્સ્ફે કુકીને પકડતા રાજુ ઉર્ફે કુકી તથા તેની ટોળકીએ મંડળી રચી મારામારી ફરી હાથના કડા, ચ બનાવવાના હોવાથી અને સોડાબોટલોના ઘા કરી હુમલો કર્યો હતો.

આ બનાવમાં રાજુ ઉર્ફે કુકી, રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, લાલો મીર, છગન મીર, કરસન જોગરાણા, રતુ મીર, નવઘણ જોગરાણા, ગેલા શિયાળીયા, નયન કરંગીયા, પિયુષ કાંતીભાઇ ચૌહાણ અને અજાણ્યા  સાત શખ્સો સામે આઇપીસી ૩૩૩, ૩૩ર, ૩૩૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩પ (૧) મુજબ ગુનો નોંધી પીઆઇ કે.એન. ભુકણ સહીતના સ્ટાફે રાજુ ઉર્ફે કુકી છેલાભાઇ શીયાળીયા, ગેલા સામંતભાઇ શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજીભાઇ કરંગીયા અને પિયુષ કાંતીભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં નાસતા ફરતા અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ.ગેડમની સુચનાથી માલવીયા નગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઇ વી.કે.ઝાલા સહીતની ટીમે વધુ પાંચ રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામભાઇ મીર તેનો ભાઇ ભરત ઉર્ફે રાજુ સંગ્રામભાઇ મીર (રહે. બંન્ને ગોંડલ રોડ ગીતાનગર શેરી નં. ૮) કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર ૧નો કરશન સોંડાભાઇ જોગરાણા, જય ખોડીયાર સોસાયટી શેરી નં.૧ના રતુ મધાભાઇ મીર અને નવઘણ ધનાભાઇ જોગરાણાની ધરપકડ કરી હતી. જયારે છગન સંગ્રામની મીર તથા અન્ય સાત શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બનાવ બન્યા બાદ આ પાચેય શખ્સો અલગ-અલગ ધાર્મિક સ્થળોએ ભાગી ગયા હતા. પકડાયેલા રાજેશ ઉર્ફે રાજુ મીર અગાઉ ચોટીલામાં હથીયાર તથા લુંટ એટ્રોસીટી  અને મારામારીના ગુનામાંમાલવીયાનગર પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે. જયારે ભરત ઉર્ફે લાલો મીર લુંુટ, મારામારી અને એટ્રોસીટીના ગુનામાં અને કરશન સોંડાભાઇ જોગરાણા મારામારી અને ધમકીના ગુનામાં આજી ડેમ પોલીસ મથકમાં તથા નવઘણ જોગરાણા રાયોટના ગુનામાં ભકિતનગર પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે.

(4:29 pm IST)