રાજકોટ
News of Wednesday, 28th April 2021

રાજકોટ શહેર - જિલ્લામાં ૧૭ બોન્ડેડ ડોકટરો : સરકારની સુચના બાદ આજે ૫ તો હાજર પણ થઇ ગયા

૧૨ હાજર નહિ થાય તો નોટીસો ફટકારાશે : આ ડોકટરો સિવિલના હવાલે મુકાશે

રાજકોટ તા. ૨૮ : રાજ્ય સરકારે બોન્ડેડ ડોકટરોને હાજર થવા અને બોન્ડની રકમ નહિ ભરવી પડે તેવો ગઇકાલે રાત્રે આદેશ કરતા દરેક જિલ્લામાં બોન્ડેડ ડોકટરો હાજર થવા માંડયા છે.

રાજકોટ શહેર - જિલ્લામાં આવા ૧૭ બોન્ડેડ ડોકટરો છે, સરકારની સીધી ડાયરેકટ સૂચના અને લીસ્ટ આવતા આજે ૫ ડોકટરો તો કલેકટર સમક્ષ હાજર પણ થઇ ગયા છે, અન્ય ૧૨ ડોકટરો હજુ આવ્યા નથી, તેમનો સંપર્ક કરાઇ રહ્યો છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ૧૨ ડોકટરો હાજર નહિ થાય તો કલેકટર નોટીસ ફટકારશે, હાજર થનાર તમામને સિવિલના હવાલે કરાશે તેમ ઉમેરાયું છે.

(4:28 pm IST)