રાજકોટ
News of Wednesday, 28th April 2021

ભકિતનગર પોલીસે આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો ખોલનારા ર૮ને પકડયા

રાજકોટ : વૈશ્વીક મહામારીમાં કોરોના વાયરસનાના વધતા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ઔદ્યોગીક, વાણીજય એકમો, કારખાનઓ અને આવશ્યક ચીજ વસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવા સંબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય, તેનું પાલન કરાવવા માટે ભકિતનગર પોલીસ મથકનાં પી.આઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન  હેઠળ પીએસઆઇ આર. જે. કામળીયા સહિતના સ્ટાફે જંગલેશ્વર, કોઠારીયા રોડ, ઘનશ્યામનગર, ગાયત્રીનગર મેઇન રોડ તથા ગુંદાવાડી સહિતના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ખુલ્લી દુકાનો બંધ કરાવી ગીતાનગર, ગોકુલધામ સોસાયટી, જીવરાજ પાર્ક સોસાયટી, વાલકેશ્વર સોસાયટી, સુભાષનગર, પટેલ પાર્ક, હસનવાડી, શકિત સોસાયટી, સહકાર મેઇન રોડ, વૈશાલીનગર, મેબાસા સોસાયટી, નટરાજનગર, વિવેકાનંદ નગર, કોઠારીયા કોલોની, ગોવિંદનગર, લાખાજીરાજ સોસાયટી, જુની સાગર સોસાયટી, જમનાનગર, ભગવતી સોસાયટી, ના મળી કુલ ર૮ વેપારીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(4:22 pm IST)