રાજકોટ
News of Wednesday, 28th April 2021

અભયભાઇ ભારદ્વાજની પાંચમી માસિક પુણ્યતિથિએ વેકસીન કેમ્પનું આયોજન

૪પ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીન અપાશે

રાજકોટ તા. ર૮ : ગુજરાત રાજયના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ.શ્રી અભય ભારદ્વાજની પાંચમી માસીક પૂણ્યતિથી નિમિતે તા.૧/પ/ર૧ ના રોજ રાજકોટના જાણીતા એરકન્ડીશન મોહનભાઇ હોલમાં ૪પ વર્ષથી ઉપરની ઉમરના લોકો માટે કોરોના વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં ગુજરાત રાજયમાં કોરોના સંક્રમણ દીવસેને દીવસે વધી રહેલ છે. જેથી તેની સામે લડત આપતી વેકસીન ભારત સરકારની અક્ષીર થઇ રહી છે. અને ૪પ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લેવા સરકાર અને સંસ્થાઓએ ભાર મુકેલો છે. આ કોરોના વેકસીનથી અનેક વેકસીન લેનાર વ્યકિતઓ પોતાનો જાન બચાવી શકેલ છે, ત્યારે  પહેલો અને બીજો કોરોના  વેકસીનનો ડોઝ લેવા માટે ભવ્ય કેમ્પનું આયોજન થયેલ છે.

રાજકોટ વોર્ડનંબર-રમાં આ વેકસીન કેમ્પ સવારે ૯ થી ર દરમ્યાન મોહનભાઇ હોલમાં યોજાનાર હોય, વોર્ડના કોર્પોરેટરો, પ્રમુખ, પ્રભારી હોદ્દેદારો તથા રાજકોટની સંસ્થાઓ વકીલ મંડળો આ કોરોનાને મહાત કરવા વેકસીન કેમ્પ સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહેલનું બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દીલીપ પટેલે જણાવેલ છે વેકસીન કેમ્પનો લાભ લેનાર તમામે આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી છે.

(4:20 pm IST)