રાજકોટ
News of Wednesday, 28th April 2021

ભલે બંધ હોઇ ચાની ચુસ્કી તો જોઇએ જ...

રાજકોટના ચા-પાન-ફાકીના બંધાણીઓ ફરીથી ધંધે લાગ્યા છે. ચા તો ઘરે મળી જાય, પરંતુ જ્યાં સુધી કોઇ ચોક કે મુખ્ય રસ્તાઓ પર આવેલી ચાની કિટલીએ જઇને એ લોકો ચુસ્કી ન મારે ત્યાં સુધી કાટો ચડે નહિ. આજથી બધુ બંધ રાખવાનો આદેશ હોવા છતાં રૈયા રોડ પર એક ચાની કિટલી સવારે બિન્દાસ્ત ધમધમતી હતી. ચાના રસીયાઓ પણ ચુસ્કી લેતાં લેતાં જોવા મળ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:16 pm IST)