રાજકોટ
News of Wednesday, 28th April 2021

સતાવાર આંકડા જાહેર કરતા એડી. કલેકટર જે.કે.પટેલઃ હોમ આઇસોલેશનનું અપાય તે અલગથી

રાજકોટ શહેર-જીલ્લાની ખાનગી કોવીડ-નોનકોવીડ ૧૦૨ હોસ્પીટલને રોજનો ૫૦ ટન ઓકસીજન કલેકટર તંત્ર આપે છેઃ ખોટી કાગારોળ

ઓકસીજનનું થાળે પડી ગયું: સવારે ૪૦ ટન આવ્યોઃ સાંજ સુધીમાં વધુ પ૦ ટન આવી જશેઃ ૧૦ર હોસ્પીટલોનું આખુ લીસ્ટ જાહેરઃ હોમ આઇસોલેશનને આપતી એજન્સીમાં ગઇકાલે સાંજે ઝીરો વેઇટીંગ : ખાનગી હોસ્પીટલોને દરરોજ નાના મોટા ૪૭૦૦ બાટલા અને ૬૦ ટેન્ક મળી પ૦ ટન ઓકસીજન અપાય છે : હોમ આઇસોલેશનમાં હવે થોડી ઘણી લાઇનોઃ ગઇકાલે તમામ એજન્સીમાં સાંજે ઝીરો વેઇટીંગઃ જયદીપમાંથી ૧૭૦૦ લોકોને બાટલા અપાયાઃ આજથી ઓકસીજનના બોટલના ભાવમાં ઘટાડોઃ જમ્બો સીલીન્ડરના ૩૧૦ના રપ૦ તથા નાના સીલીન્ડરના ર૧૦ના ૧પ૦ કરાયા

રાજકોટ, તા., ૨૮: રાજકોટ ૪૦ અને જીલ્લાની થઇને ખાનગી નોન કોવીડ અને કોવીડ કુલ ૧૦ર હોસ્પીટલોને રોજનો અમે પ૦ ટન ઓકસીજન પ્રોવાઇડ કરી રહયા છીએ અને હવે કોઇ મુશ્કેલી નથી તેવી સાફ વાત આજે ઓકસીજન વિતરણની કામગીરી સંભાળતા એડીશ્નલ કલેકટર શ્રી જે.કે.પટેલે આજે પત્રકારોને માહીતી આપતા જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે રાજકોટની અનેક મોટી ખાનગી હોસ્પીટલો દરરોજ કાગારોળ મચાવે છે કે અમારી પાસે ઓકસીજન નથી, ઓકસીજનના નામે દર્દીને હેરાન કરે છે. ડોકટરો ખોટા દેકારા કરતા હોય છે. પરીણામે આજે કલેકટર તંત્રે શહેર-જીલ્લાની ૧૦૨ કોવીડ અને નોન કોવીડ હોસ્પીટલનું આખુ લીસ્ટ જ જાહેર કરી કઇ હોસ્પીટલને કેટલો ઓકસીજન બાટલા -ટન સહીત કેટલો અપાય છે તેની વિગતો આપી દીધી છે અને હવે આવુ લીસ્ટ દરરોજ જાહેર કરાશે.

કઇ હોસ્પીટલને કેટલો ઓકસીજન અપાયો

શ્રી જે.કે.પટેલે જણાવેલ કે દરરોજ એવરેજ હોસ્પીટલોને અપાતો ઓકસીજનની વિગતો જોઇએ તો ઓમ હોસ્પીટલ-૧પ બાટલા, ગોકુલ સીવીલ હોસ્પીટલ-ગોંડલ ર૧ બાટલા, આયુષ હોસ્પીટલ-મોરબી ૧૩પ બાટલા મોટા અને ૯૪પ બાટલા નાના, એઇમ્સ ૧૩પ, બોલબાલા ટ્રસ્ટ-૩૭, દેવ હોસ્પીટલને ૪ ટેન્ક, જીનેસીસ-પ બાટલા, જલારામ-પ૯ બાટલા, ક્રિષ્ણા કોવીડ-૪૮ બાટલા, નીકંઠને ૧ ટેન્ક, પંચનાથને ૧૩ બાટલા અને ૪ ટેન્ક આ ઉપરાંત ઓલમ્પસને ૧ ટેન્ક, પરમને ૧ ટેન્ક, સદભાવના હોસ્પીટલને ૪૯ બાટલા, સંજીવની હોસ્પીટલ ૧ ટેન્ક, શાંતિ હોસ્પીટલને ૪ ટેન્ક, શીવ હોસ્પીટલને ૩૬ મોટા અને રપર નાના બાટલા, વેદાંતને ૪ ટેન્ક સહીત કુલ ૧૦૨ હોસ્પીટલોને રેગ્યુલર ખોટા ઓકસીજન બાટલા ર૪૬પ, નાના બાટલા રરપ૬, કુલ ટેન્ક-૬૦ સહીત કુલ પ૦ ટન ઓકસીજન દરરોજ એવરેજ પુરો પડાય છે.

તેમણે ઉમેર્યુ હતું કે શહેર-જીલ્લામાં હાલ દરરોજ ૧૩૫ ટનની જરૂરીયાત છે. ૪ મોટી ટેન્ક સિવિલ-સમરસ અને કેન્સર કોવીડ હોસ્પીટલમાં વપરાય છે. બાકીનો ઓકસીજન ખાનગી હોસ્પીટલો, બહારગામની સરકારી હોસ્પીટલો, ચાઇલ્ડ આઇસીયુ માટે, ગાયનેક હોસ્પીટલો, નોન કોવીડ-કોવીડ હોસ્પીટલોને અને હોમ આઇસોલેશને અપાય છે.

આજે સવારે ૪૦ ટન ઓકસીજન આવી ગયો છે.બીજો પ૦ ટન સાંજ સુધીમાં આપી જશે. મોડી રાત સુધીમાં ભાવનગર સહીતના ક્ષેત્રોમાં ઓકસીજન આવશે.

(3:25 pm IST)