રાજકોટ
News of Wednesday, 28th April 2021

ભૂપત બોદરના ટ્રસ્ટ દ્વારા ઓકિસજન બાટલા વિતરણ

તા. ૧ થી ૧૦ મે વચ્ચે રસીકરણ કરાવે તેને પંપ પર પેટ્રોલ, ડીઝલમાં પ્રતિ લીટરે ૧ રૂપિયા રાહત : ત્રંબા પંથકના લોકો માટે ઓફર

રાજકોટ,તા. ૨૮ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરા સંચાલિત શ્રીમતી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓકિસજનની ૮૦ બોટલનું વિતરણ કરવાનું આયોજન છે.

ઉપરાંત ત્રંબા જિલ્લા પંચાયત મતક્ષેત્ર હેઠળના ૨૦ ગામના લોકો તા. ૧ થી ૧૦ મે સુધીમાં કોરોનાની રસી મુકાવે તો કાળીપાટના પોતાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ, ગેસમાં લીટરે રૂ. ૧ સુધી આપવાનું ભુપત બોદરે જાહેર કર્યું છે. નવી યોજનાનો આજે પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાના હસ્તે પ્રારંભ થયો છે.

(3:42 pm IST)