રાજકોટ
News of Wednesday, 28th April 2021

રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે ડોકટરોનું નિદાન : IMA - રોટરી દ્વારા ટેલિ મેડીકલ

હેલ્પલાઇનના પાંચ ફોન નંબર જાહેર : હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે સુવિધા

રાજકોટ તા.૨૮ : હોમ આઇસોલેટ કોવિડ દર્દીઓને IMA અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુકત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇનનો લાભ મળશે

આ માટે કોવિડ દર્દીઓ કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને ઘરેજ સારવાર લેવા માંગતા હોય તે આ નંબર પર કોલ કરી મદદ માંગી શકે છે.

હેલ્પલાઇન નંબર : ૯૦૫૪૧ ૬૦૬૬૧, ૯૦૫૪૧ ૬૦૬૬૨, ૯૦૫૪૧ ૬૦૬૬૩, ૯૦૫૪૧ ૬૦૬૬૪, ૯૦૫૪૧ ૬૦૬૬૫

 સવારના ૯.૩૦ થી ૨ અને સાંજે ૩ થી ૫ દરમ્યાન કોલ કરી શકાશે. ત્યારબાદ કોલ સેન્ટર દ્વારા જરૂરી હોય તો ડોકટર સાથે તેમને વિડીયો કોલ દ્વારા જોડી આપવામાં આવશે. આ માટે પેશન્ટ પાસે કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. અને તેમની પાસે વોટ્સએપ તથા ફોનની સુવિધા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ સેવા બેડ, ઓકિસજન, વેન્ટિલેટર કે એમ્બ્યુલન્સ માટે નથી. અહીં માત્ર ને માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેમનેે કોરોનાના હળવા લક્ષણો છે તેમને ડોકટર દ્વારા સુયોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને ઘરની બહાર નીકળ્યા વિના સચોટ સારવાર મળે તે આ સેવાનો મુખ્ય હેતુ છે.

(11:24 am IST)